બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Several flights cancelled, exit ban: Devastating cyclone wreaks havoc in this country of the world

સંકટ / અનેક ફ્લાઇટ્સ રદ, બહાર નીકળવા પર પ્રતિબંધ: વિશ્વના આ દેશમાં વિનાશક વાવાઝોડાએ વર્તાવ્યો કહેર

Vishal Khamar

Last Updated: 04:33 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરેશિયસમાં વિનાશક વાવાઝોડાએ મોટું સંકટ ઊભું કર્યું છે. ગઈ કાલે ફ્રેડી નામના ચક્રવાતથી થયેલા ભારે વરસાદને કારણે મોરેશિયસમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

  • મોરેશિયસમાં ચક્રવાત ફ્રેડીનો કહેર ઝંઝાવાતી પવનનો ભારે ખતરો
  • અનેક ફ્લાઇટ રદ જનજીવન અસ્તવ્યસ્ત સ્ટોક એક્સચેન્જ બંધ
  • હવામાન વિભાગે આ ચક્રવાતને વર્ગ-૩ શ્રેણીનું ચક્રવાત ગણાવ્યું છે

મોરેશિયસમાં વિનાશક વાવાઝોડાએ મોટું સંકટ ઊભું કર્યું છે. ગઈ કાલે ફ્રેડી નામના ચક્રવાતથી થયેલા ભારે વરસાદને કારણે મોરેશિયસમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.  હવામાન વિભાગ દ્વારા પણ ભયાનક ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાતને કારણે પવનની ઝડપ ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આ ચક્રવાતને વર્ગ-૩ શ્રેણીનું ચક્રવાત ગણાવ્યું છે.

ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો
મોરેશિયસમાં ચક્રવાતનાં જોખમને ધ્યાનમાં રાખીને મોટાભાગની ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જને બંધ કરી દેવાયાં છે. લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર હાલમાં દેશમાં સરકારી સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જાહેર સ્થળ, દુકાન, બેન્ક અને પેટ્રોલ સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યાં છે. 

ચક્રવાતની આગાહીના આગલે લોકોમાં ભારે ડરનો માહોલ 
જાહેર પરિવહન પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ફ્રેડી ચક્રવાત ફ્રેડી આઇલેન્ડ નજીક ઉત્તરમાં લગભગ ૧૨૦ કિલોમીટરના અંતરે પસાર થયું હતું અને હવે લગભગ ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતની આગાહીના આગલે લોકોમાં ભારે ડરનો માહોલ ઊભો થયો છે. જે અંગે સરકાર તરફથી સુરક્ષાનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ