ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Serial blasts in afghanistan jalalabad on independence day 66 injured

હુમલો / સ્વતંત્રતા દિવસે જ હલબલી ઉઠ્યું અફઘાનિસ્તાન, સીરિયલ બ્લાસ્ટથી 66 ઘાયલ

Published By: Dhruv

Last Updated: 08:50 PM, 19 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં સતત બોમ્બ બ્લાસ્ટથી લોકોમાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે. શનિવારનાં રોજ થયેલા આત્મઘાતી હુમલા બાદ અફઘાનિસ્તાનનાં સ્વતંત્રતા દિવસનાં અવસર પર સોમવારનાં રોજ પણ અનેક બોમ્બ બ્લાસ્ટ થયાં છે અને જેમાં 66 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં છે. આ બ્લાસ્ટ અફઘાનિસ્તાનનાં જલાલાબાદમાં થયો છે.

ADVERTISEMENT

jalalabad blast

જો કે, અફઘાનિસ્તાન સરકારે દેશનાં 100માં સ્વતંત્રતા દિવસ સમારોહને શનિવારનાં રોજ થયેલા બ્લાસ્ટ બાદ જ સ્થગિત કરી દેવાયો હતો. આ પહેલાં શનિવારનાં રોજ રાજધાની કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં 63 લોકોનાં મોત થયાં હતાં અને સાથે સાથે 185 લોકો ઘાયલ થયા હતાં અને આ હુમલાની આઇએસએ જવાબદારી લીધી હતી.

એક ન્યુઝ ચેનલ અનુસાર, રાષ્ટ્રપતિનાં પ્રવક્તા સેદિક સેદિક્કીએ કહ્યું કે, સચિવાલયે રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીનાં નિર્દેશ પર અફઘાનિસ્તાનનાં 100માં સ્વતંત્રતા સમારોહનાં આયોજનને ટાળી દેવાયું હતું. રાષ્ટ્રપતિએ કાબુલમાં થયેલા વિસ્ફોટમાં ઠાર કરવામાં આવેલ લોકોનાં પરિવારો પ્રત્યે સમ્માન અને સંવેદના વ્યક્ત કરવા માટે આ નિર્ણય લીધો.

8 ઓગસ્ટના પણ થયો હતો હુમલો:

કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં આ મહિનાનો બીજો હુમલો છે. 8 ઓગસ્ટના થયેલા બ્લાસ્ટમાં 14 લોકો માર્યા ગયા હતા, જ્યારે 145થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રશ્ચિમી વિસ્તારમાં અફધાન સુરક્ષાકર્મચારીઓને તાલિબાને પોતાનો નિશાનો બનાવ્યા હતા. આ માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ ગ્રુપના આંતકી આ પ્રકારના હુમલાઓને અંજામ આપે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Attack afghanistan jalalabad serial blast world અફઘાનિસ્તાન જલાલાબાદ સીરિયલ બ્લાસ્ટ Attack

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ