બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પત્તાના મહેલની જેમ વિખેરાયા આ શેર, ટ્રમ્પ ટેરિફથી ધડામ થયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો

બિઝનેસ / પત્તાના મહેલની જેમ વિખેરાયા આ શેર, ટ્રમ્પ ટેરિફથી ધડામ થયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો

Published By: Hiralal Parmar

Last Updated: 10:04 AM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રમ્પ ટેરિફની સૌથી વધુ અસર ભારતીય શેરબજાર પર પડી છે. ગુરુવારે સેન્સેક્સમાં બહુ મોટો કડાકો જોવા મળ્યો હતો.

ટ્રમ્પ ટેરિફની ભારત પર અસર પડવાનું શરુ થઈ ગયું છે. ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફની ભારત પર અસર દેખાઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ ભારે ઘટાડા સાથે ખુલ્યો અને 657 પોઈન્ટ ઘટીને 80,124 ના સ્તરે પહોંચ્યો. સેન્સેક્સની જેમ, નિફ્ટીએ પણ તેના પાછલા બંધની તુલનામાં ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો. અને 200 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો. બજારમાં ઘટાડા વચ્ચે, IT-ટેક કંપનીઓ તેમજ બેંકિંગ શેરોમાં પણ ઘટાડો થયો. 

ગુરુવારે બજાર ખુલતાં સેન્સેક્સ-નિફ્ટી ધડામ

ટ્રમ્પનો વધારાનો 25% ટેરિફ 27 ઓગસ્ટે ભારત પર લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ ગણેશ ચતુર્થીના અવસર પર ભારતીય શેરબજાર બંધ થયું હતું. પરંતુ ગુરુવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સૌથી મોટી અસર પડી હતી. સેન્સેક્સ તેના અગાઉના બંધ 80,786.54 ની સરખામણીમાં 80,754 પર ખુલ્યો અને પછી થોડીવારમાં તે 657.33 પોઈન્ટના ઘટાડા સાથે 80,124 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો આ ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 24,712.05 ની સરખામણીમાં 24,695.80 પર ખુલ્યો અને પછી સેન્સેક્સની જેમ, તે 200 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 24,512 ના સ્તરે પહોંચ્યો હતો.

1458 શેર રેડ ઝોનમાં

જ્યારે શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે શરૂઆતના તબક્કામાં 1458 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ ઉપરાંત, 1023 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.

વધુ વાંચો : VIDEO : પાટા પર સુઈ ગઈ બે મહિલાઓ, ઉપરથી પસાર થઈ ગઈ માલગાડી, હૈયું કંપી જાય તેવો વીડિયો

કયા શેરમાં મોટો ઘટાડો

શ્રીરામ ફાઇનાન્સ, ICICI, HCL ટેક, Jio ફાઇનાન્સ, NTPC અને HDFC બેંક તેમજ ઇન્ફોસિસના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો જ્યારે હીરો મોટોકોર્પ, એશિયન પેઇન્ટ્સ અને ટાઇટન જેવા શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bse sensex nifty sensex

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ