બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : પાટા પર સુઈ ગઈ બે મહિલાઓ, ઉપરથી પસાર થઈ ગઈ માલગાડી, હૈયું કંપી જાય તેવો વીડિયો

બિહાર / VIDEO : પાટા પર સુઈ ગઈ બે મહિલાઓ, ઉપરથી પસાર થઈ ગઈ માલગાડી, હૈયું કંપી જાય તેવો વીડિયો

Published By: Hiralal Parmar

Last Updated: 08:39 AM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટો ક્રોસ કરવાં જતાં જ અચાનક રેલગાડી આવતાં બે મહિલાઓ પાટા વચ્ચે સુઈ ગઈ હતી અને ઉપરથી આખી માલગાડી પસાર થઈ છતાં પણ તેમને એક ઘસરકો પણ આવ્યો નહોતો.

'રામ રાખે તેને કોણ ચાખે', કહેવત વધુ એક વાર સાચી પડી છે. બિહારના બેગુસરાય રેલ્વે સ્ટેશન પર બે મહિલાઓ ઉપરથી એક ટ્રેન પસાર થઈ ગઈ, પરંતુ તેમને એક પણ ઘસરકો પણ ન લાગ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના દરમિયાન ત્યાં હાજર ડઝનબંધ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. પરંતુ જ્યારે તેમણે બંને મહિલાઓને જીવતી જોઈ, ત્યારે બધા ખુશીથી ઉછળી પડ્યા.

પુલને બદલે પાટો ક્રોસ કરતાં જ આવી માલગાડી

આ ઘટના મંગળવારે બની હતી. એક મહિલા અને એક યુવતી રાજ્યરાણી એક્સપ્રેસ પકડવા માટે બેગુસરાય રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા. તેમને પ્લેટફોર્મ નંબર એકથી બે સુધી જવું પડ્યું. ઉતાવળમાં, બંને પુલ પરથી જવાને બદલે રેલ્વે ટ્રેક પરથી બીજા પ્લેટફોર્મ પર જવા લાગ્યા. એક માલગાડી પહેલાથી જ ટ્રેક પર ઉભી હતી. બંનેએ ટ્રેક નીચે જઈને ટ્રેક ક્રોસ કરવાનું શરૂ કર્યું. પછી માલગાડીને લીલો સિગ્નલ મળ્યો અને તે આગળ વધવા લાગી.

જવાને બૂમ પાડી- ગાડી આવે છે પાટા પર સુઈ જાવ

આ જોઈને, પ્લેટફોર્મ નંબર એક પર તૈનાત સૈનિકે તરત જ બંને મહિલાઓને તરત પાટા પર સુઈ જવાનું

બોલાવી. સૈનિકે તેમને એક જ જગ્યાએ સૂવા કહ્યું. બંને મહિલાઓ પાટા પર સૂઈ ગઈ. આ પછી, માલગાડી તેમના પરથી પસાર થઈ ગઈ. આ દરમિયાન, બેગુસરાય સ્ટેશન પર અંધાધૂંધી મચી ગઈ. બંને બાજુ મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ. જ્યારે માલગાડી ત્યાંથી પસાર થઈ, ત્યારે બંને મહિલાઓ તેમની જગ્યાએથી ઊભી થઈ ગઈ. લોકો તેમને જીવતા જોઈને ખૂબ ખુશ થયા.

વધુ વાંચો : દરોડા વખતે પોલીસમાં હાથમાં આવ્યાં યુવતીના અંડરગારમેન્ટ્સ-સેક્સ ટોય, પછી કર્યું ચોંકાવનારુ

પાટો ક્રોસ ન કરો, પુલનો ઉપયોગ કરો

સ્ટેશન પર મુસાફરોને માઈક દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી હતી કે તેઓ રેલ્વે ટ્રેક પર ન ઉતરે. મુસાફરોને પુલનો ઉપયોગ કરીને ટ્રેક પાર કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી હતી. તેમ છતાં, આ ઘટના બની. આ સમાચાર મળ્યા બાદ રેલ્વે અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

begusarai bihar viral

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ