બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / See what the CJI said on the holidays given to judges

નિવેદન / અમેરિકામાં 80 તો ઑસ્ટ્રેલિયામાં 100 દિવસ જ ચાલે છે સુપ્રીમ કોર્ટ: જજોને મળતી રજાઓ પર જુઓ શું બોલ્યા CJI

Priyakant

Last Updated: 09:18 AM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમકોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, દર શનિવારે સુપ્રીમ કોર્ટના દરેક ન્યાયાધીશ પોતાનો આદેશ આપે છે, રવિવારે એ જ આદેશ ફરીથી વાંચે છે. જે તેમણે સોમવારે સંભળાવવાનો છે

  • સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પહોંચ્યા ખાનગી ચેનલના કાર્યક્રમમાં 
  • કોર્ટમાં જજોનું કામ તેમના કામનો એક અંશ માત્ર હોય છે: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
  • અમેરિકામાં 80 તો ઑસ્ટ્રેલિયામાં 100 દિવસ જ ચાલે છે સુપ્રીમ કોર્ટ: CJI

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શનિવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, કોર્ટમાં જજોનું કામ તેમના કામનો એક અંશ માત્ર હોય છે. તેમણે કહ્યું કે અમે સવારે 10:30 થી સાંજના 4 વાગ્યા સુધી જે કામ કરીએ છીએ તે અમારા કામનો એક ભાગ છે. જસ્ટિસ ઈન ધ બેલેન્સઃ માય આઈડિયા ઓફ ઈન્ડિયા એન્ડ ધ ઈમ્પોર્ટન્સ ઓફ સેપરેશન ઓફ ધ બેલેન્સ ઈન એ ડેમોક્રસી વિષય પર પોતાના મંતવ્યો રાખતા તેમણે કહ્યું કે, દર શનિવારે સુપ્રીમ કોર્ટના દરેક ન્યાયાધીશ પોતાનો આદેશ આપે છે, રવિવારે એ જ આદેશ ફરીથી વાંચે છે. જે તેમણે સોમવારે સંભળાવવાનો છે, એટલા માટે સુપ્રીમ કોર્ટના તમામ જજ સાત દિવસ કામ કરે છે.

સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટ મહિનામાં 8-9 દિવસ અને વર્ષમાં માત્ર 80 દિવસ કામ કરે છે, જ્યારે ત્યાં કોર્ટ ત્રણ મહિના કામ કરતી નથી. તેવી જ રીતે ઑસ્ટ્રેલિયામાં હાઈકોર્ટ મહિનામાં બે અઠવાડિયા સુધી સુનાવણી કરે છે. બેન્ચ વર્ષમાં 100 દિવસથી ઓછા સમય માટે બેસે છે. કોર્ટમાં બે મહિનાનું વેકેશન છે. સિંગાપોરમાં કોર્ટ વર્ષમાં 145 દિવસ કામ કરે છે, પરંતુ બ્રિટન અને ભારતમાં કોર્ટ 200 દિવસ કામ કરે છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, લોકો નથી જાણતા કે ભારતમાં ન્યાયાધીશો તેમનો મોટાભાગનો સમય રજાઓ પર ઓર્ડર લખવામાં વિતાવે છે, જે સુરક્ષિત રાખવામાં આવે છે કારણ કે તેમની પાસે આખું અઠવાડિયું સમય નથી, તેઓ કેસની સુનાવણીમાં વ્યસ્ત છે. 

મારું લક્ષ્ય ન્યાયતંત્રમાં ટેક્નોલોજી પરિવર્તન લાવવાનું 
CJIએ કોર્ટમાં પેન્ડિંગ કેસ પર કહ્યું કે, એ સાચું છે કે અમારી પાસે આવા કેસોની સંખ્યા વધુ છે પરંતુ અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે, પેન્ડિંગ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય ન્યાયતંત્રમાં ટેક્નોલોજી પરિવર્તન લાવવાનું છે. જેમ આપણે કોવિડ સમયગાળા દરમિયાન કર્યું હતું. અમે આખી સિસ્ટમને વીડિયો કોન્ફરન્સિંગ પર લાવ્યા, પરંતુ હવે આપણે તેનાથી આગળ વિચારવું પડશે. હું ઇચ્છું છું કે, નાગરિકોને ખબર પડે કે, કોર્ટમાં શું ચાલી રહ્યું છે, તેથી લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું. અમે બંધારણમાં મંજૂર તમામ ભારતીય ભાષાઓમાં AI દ્વારા ઓર્ડરનો અનુવાદ પણ શરૂ કર્યો છે.

ન્યાયાધીશો પર દબાણને લઈ શું કહ્યું ? 
કોર્ટ પર બહારના દબાણના સવાલ પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, હું જજ તરીકે કામ કર્યાને 23 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી કોઈએ મને કહ્યું નથી કે, કેસનો નિર્ણય કેવી રીતે લેવો. તેમણે કહ્યું કે, સરકાર તરફથી ન્યાયતંત્ર પર કોઈ દબાણ નથી. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકના મામલે SCનો નિર્ણય એ વાતનો પુરાવો છે કે, ન્યાયતંત્ર પર કોઈ દબાણ નથી. આવા ઘણા કિસ્સાઓ છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સામેલ છે, પરંતુ અદાલતો તેમની વિવેકબુદ્ધિના આધારે નિર્ણય લે છે.

ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયાને લઈ શું કહ્યું ? 
કોલેજિયમ સિસ્ટમના સમર્થનમાં પોતાના મંતવ્યો રાખતા CJIએ કહ્યું કે, આ એક જટિલ અને પારદર્શક પ્રક્રિયા છે. અમે પ્રથમ ન્યાયાધીશોની નિમણૂક માટે દાવેદારોની યોગ્યતા પર ધ્યાન આપીએ છીએ. આ પછી તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો અભ્યાસ કરીએ. તેમની વરિષ્ઠતાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કૉલેજિયમ એ પણ જુએ છે કે, દાવેદારમાં લિંગ, સમુદાય, લઘુમતિના સ્તરે કેટલી નિખાલસતા છે. આ સાથે તેમણે કહ્યું કે જો હાઈકોર્ટ તરફથી કોઈ ભલામણ આવે છે, તો તેની ફાઈલ સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે દાવેદારો સાથે સંબંધિત માહિતી અપલોડ કરવાના છીએ.

કુમાર ગાંધર્વ અને બોબ ડાયલનને સાંભળું છું: CJI
CJIએ કહ્યું કે, તેમને જેટલું ભારતીય શાસ્ત્રીય પસંદ છે તેટલું જ તેઓ પશ્ચિમી સંગીત સાંભળે છે. તેમણે કહ્યું કે તેઓ કુમાર ગાંધર્વ અને બોબ ડાયલનના મોટા ફેન છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા એ સમયની જરૂરિયાત છે પરંતુ તેઓ ટ્વિટરને ફોલો કરતા નથી. તેમણે કહ્યું કે, જ્યારે તે,ને કામમાંથી ફ્રી સમય મળે છે ત્યારે તેમને વાંચવું ગમે છે.

આ સાથે ન્યાયાધીશોની ગુણવત્તા અંગે CJI DY ચંદ્રચુડે કહ્યું કે, તેઓ ખૂબ જ ખુશ છે કે તેમની પાસે ઉત્તમ ન્યાયાધીશો છે. તેમણે કહ્યું, મને લાગે છે કે, અમારી સેવાની સ્થિતિ ઘણી સારી છે પરંતુ તે વધુ સારી હોઈ શકે છે. CJIએ કહ્યું- મારી દૃષ્ટિએ કોઈ પણ બાબત ક્યારેય બહુ મોટી કે નાની હોતી નથી. નાગરિકોનું નાનું નાનું દુ:ખ પણ મારા માટે મોટા મુદ્દા સમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ