બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Schools will remain closed in Kutch for 2 more days due to Cyclone Biporjoy

'બિપોરજોય' ઍલર્ટ / ગુજરાતના આ જિલ્લામાં વધુ 2 દિવસ શાળાઓ બંધ, વાવાઝોડાને ધ્યાને લેતા શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય

Priyakant

Last Updated: 09:13 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biporjoy News: કચ્છમાં અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રખાયા બાદ હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય

  • કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રહેશે
  • શિક્ષણકાર્ય બંધ રાખવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય
  • 17 જૂન સુધી શાળાઓ બંધ રહેશે

કચ્છમાં Cyclone Biparjoy ની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે. 

બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધુ ખતરો સંભવિત રીતે કચ્છ જિલ્લામાં છે. જેને આ પહેલા પણ સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનું જાહેર કરાયું હતું. જે મુજબ 13 થી 15 જૂન એટલે કે આજના દિવસ સુધી શાળાઓ બંધ રાખવાનું નક્કી કરાયું હતું. જોકે હવે હાલની સ્થિતિ જોતાં શિક્ષણ વિભાગે વધુ બે દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે આગામી 17 જૂન સુધી કચ્છ જિલ્લામાં શાળાઓ બંધ રહેશે. 

 
કચ્છમાં  34,300 લોકોનું કરાયું સ્થળાંતર
કચ્છ જિલ્લામાં લગભગ 34,300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469, ગીર સોમનાથ જિલ્લામાં 1,605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કચ્છમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે કચ્છ, જામનગર અને દ્વારકામાં રેડ એલર્ટ છે. જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની શક્યતા છે.

Image

કચ્છમાં ફૂંકાઈ શકે છે 125થી 135 કિમીની ઝડપે પવન
ભારે પવન ફૂંકાવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે, જૂનાગઢ-ગીર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ