બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Sbi salary account holders benefits home loan education loan car loan interest rate insurance emi know details
ADVERTISEMENT
જો તમે નોકરી કરો છો તો કંપનીએ તમારું સેલરી એકાઉન્ટ ઓપન કર્યું જ હશે. દર મહિને આ જ એકાઉન્ટમાં સેલરી ક્રેડિટ થાય છે. જ્યારે કેટલીક કંપનીઓ જૂના ખાતાને જ સેલરી એકાઉન્ટ કન્વર્ટ કરી દે છે. આ સિવાય કેટલીક કંપનીઓ તમને 2થી 3 બેંકોનો વિકલ્પ પણ આપે છે. પરંતુ જો તમારું સેલરી એકાઉન્ટ એસબીઆઈમાં છે તો ઘણાં લાભ મળે છે.
એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in અનુસાર, એસબીઆઈના સેલરી ખાતાના લાભોમાં વીમા લાભ ઉપરાંત વ્યક્તિગત લોન, હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન વગેરે પર છૂટ સામેલ છે. આ સિવાય, કેટલાક અન્ય ફાયદાઓ છે જે એક એસબીઆઇ પગાર ખાતાધારકે જાણવા જોઈએ.
ADVERTISEMENT
એસબીઆઈ પગાર ખાતાના 5 ફાયદા
આકસ્મિક મૃત્યુ કવર
ADVERTISEMENT
એસબીઆઈના પગાર ખાતાધારકોને 20 લાખ સુધીના આકસ્મિક મૃત્યુ કવર માટે હકદાર છે.
એર એક્સિડેન્ટલ ડેથ કવર
ADVERTISEMENT
એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in મુજબ, એર એક્સિડેન્ટલ ડેથના કિસ્સામાં એસબીઆઈ પગાર ખાતાધારક એર અકસ્માત વીમા (મૃત્યુ) કવર માટે 30 લાખ સુધીનો હકદાર છે.
લોન પ્રોસેસિંગ ફી પર 50 ટકા ડિસ્કાઉન્ટ
ADVERTISEMENT
એસબીઆઈના પગાર ખાતાધારક કોઈપણ લોન, પર્સનલ લોન, હોમ લોન, કાર લોન વગેરે પર 50 ટકા પ્રોસેસિંગ ફી માટે પાત્ર છે.
ઓવરડ્રાફટ સુવિધા
ADVERTISEMENT
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના પગાર ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા પણ પૂરી પાડે છે. એસબીઆઈના પગાર ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ બે મહિના સુધીનો ઓવરડ્રાફટ મળે છે.
લોકર ફીમાં છૂટ
એસબીઆઈ તેના પગાર ખાતા પર લોકર ફી પર 25 ટકા સુધીની છૂટ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.