ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / SBI Life Poorna Suraksha deposit daily is less than Rs 100 Will get a cover of 2 5 crores details here
ADVERTISEMENT
ADVERTISEMENT
નાની ઉંમરે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસી લેવી ફાયદાકારક રહે છે. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના જોઈન્ટ વેન્ચરવાળી SBI લાઈફે 'પૂર્ણ સુરક્ષા' નામની એક ઇન્શ્યોરન્સ પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસીમાં 30 વર્ષથી ઓછી ઉંમરથી રોજ 100 રૂપિયાથી ઓછા ચૂકવવા પર 2.5 કરોડનું લાઈફ કવર મળે છે. આજે આપણે જાણીશું આ પોલિસી વિશે ડિટેલ્સ.
આ પોલિસીમાં 36 ગંભીર બીમારીઓ કવર થાય છે
ADVERTISEMENT
આ ઈન્શ્યોરન્સમાં ગંભીર બીમારીઓને કવર કરવામાં આવી છે. તેમજ કેટલીક ખાસ બીમારીઓમાં પ્રીમિયમ પર છૂટ પણ મળે છે. SBI Life અનુસાર, આ પોલિસીમાં 36 ગંભીર બીમારીઓ કવર થાય છે. એટલું જ નહીં પોલિસી અવધિ દરમિયાનપ્રીમિયમની રકમ ફિક્સ્ડ રહેશે. એટલે કે મોંઘવારી વધતા તમારું પ્રીમિયમ નહીં વધે.
પોલિસી અંગેની જરૂરી વાતો
ADVERTISEMENT
જાણો કેવી રીતે થશે ફાયદો
ADVERTISEMENT
ઉદાહરણ તરીકે, જો કોઈ પુરુષ પોલિસીધારકની ઉંમર 30 વર્ષ છે અને તે SBIના સ્ટાફમાં નથી, તો તેણે 10 વર્ષના 2.5 કરોડના કવર માટે વાર્ષિક 35,849 રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે. જોકે, તેમાં બે શરત મૂકવામાં આવી છે કે વ્યક્તિ ધૂમ્રપાન ન કરતો હોવો જોઈએ અને કેરળનો રહેવાસી ન હોવો જોઈએ. સાથે જ પોલિસીમાં મહિલા પોલિસીધારકે પણ 100 રૂપિયાથી ઓછું પ્રીમિયમ આપવું પડે છે. મહિલાની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. તેમાં કવરેજ અવધિ એક સમાન છે. જોકે, તેમાં વાર્ષિક પ્રિમિયમ 34,553 રૂપિયા ભરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો