ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / sbi announces special car personal education loan benefits

ગુડ ન્યૂઝ / તહેવારોની સીઝન માટે SBIની વિશેષ પહેલ, ગ્રાહકોને આપી મોટી ભેટ

Published By: Kavan

Last Updated: 05:22 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આગામી તહેવારની સિઝન માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. આ અંતર્ગત બેંકે ઓટો લોન પરની પ્રોસેસિંગ ફી નાબૂદ કરી દીધી છે. આ ઉપરાંત પ્રી એપ્રુવ્ડ ડિજિટલ લોનને લઈને પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે.

ADVERTISEMENT

- બેંકે ઓનલાઇન કાર લોન માટે અરજી કરતા ગ્રાહકોને કાર લોનમાં 25 બેસિસ પોઇન્ટની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ છૂટ બેંકની વેબસાઇટ અને YONO એપ્લિકેશનમાંથી લોન માટે અરજી કરનારા ગ્રાહકોને મળશે.

- એ જ રીતે, હવે એસબીઆઈના ગ્રાહકોએ કાર લોન માટે પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં. જેનો અર્થ એ કે ગ્રાહકોએ કાર લોન લેતી વખતે પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. એટલું જ નહીં SBIએ કાર લોનના દરમાં પણ રાહત આપી છે. ગ્રાહકોને 8.70 ટકાના પ્રારંભિક વ્યાજ દરે કાર લોન મળશે.

- SBI એ એજ્યુકેશન લોકનને લઇને પણ અગત્યની જાહેરાત કરી છે, હવે SBI ના 50 લાખની એજ્યુકેશન લોક પર વ્યાજદરની શરૂઆત 8.25 ટકા રહેવા પામશે. આ દર પર લોન દેશ અને વિદેશ બંન્ને જગ્યાએ ભણવા માટે મળવા પાત્ર છે. આ સિવાય એજ્યુકેશન લોન પરત કરવાની અવધી પણ વધારી દેવામાં આવી છે. જેનો સમયગાળો હવે 15 વર્ષ કર્યો છે. 

- ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખીને SBI એ 20 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન પર 10.75 ટકા વ્યાજદર વસૂલવાની જાહેરાત કરી છે. જેના માટે રી-પેમેન્ટનો સમયગાળો વધારીને 6 વર્ષ કરી દીધો છે. જેનાથી EMI નો બોજ ઘટી જશે. જે સમય મર્યાદા પહેલા 5 વર્ષની હતી. 

- બેંક દ્વારા YONO એપ દ્વારા ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીની પ્રી એપ્રુવ્ડ ડિજિટલ લોન જાહેર કરવામાં આવી છે. આ લોન ફક્ત 5 મિનિટમાં જ ઉપલબ્ધ થશે
 

સંકળાયેલા મુદ્દાઓ

Business News SBI SBI Scheme business car education loan personal Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ