બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 01:52 PM, 31 July 2019
ફરીથી એક વખત બંનેએ એવું કામ કર્યું છે કે એવું લાગી રહ્યું છે કે કાર્તિક અને સારા પ્રેમમાં છે. જ્યારે દિલ્હી આયોજિત એક ફેશન શો માં સારાએ રેમ્પ વોક કર્યું, એ દરમિયાન કાર્તિક ત્યાં હાજર હતો અને સારાને સાથ આપી રહ્યો હતો.
ADVERTISEMENT
બંનેનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો હતો. સારા અલી ખાનના એક ફેન ક્લબે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કર્યો. પરંતુ હવે પોતે એક ઇન્ટરવ્યૂમાં સારાએ પોતાના પ્રેમનો ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
સારાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. જેની પર ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં સારાએ એ વાત તરફ ઇશારો કર્યો છે કે એની લાઇફમાં કોઇ ખાસ માણસે એન્ટ્રી લઇ લીધી છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે પ્રેમને લઇને એનું શું કહેવું છે. એની પર સારાએ શરમાઇને જવાબ આપ્યો. સારાએ કહ્યું કે પ્રેમને વ્યક્ત ના કરી શકાય.
ત્યારબાદ જ્યારે એને લવ લાઇફ અને વર્કમાં સંતુલન બેસાડવા માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો તો એને કહ્યું કે મને એની જરૂર પડતી નથી. તમને જણાવી દઇએ કે સારાના આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એ ઇશારામાં પોતાના પ્રેમનો એકરાર કરી રહી છે.
તમને યાદ અપાવીએ કે સારા અલી ખાને કૉફી વીધ કરણમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે એ કાર્તિક આર્યનની સાથે ડેટ પર જવાનું પસંદ કરશે. ત્યારથી કાર્તિક અને સારાનું નામ એક બીજાની સાથે જોડાવવા લાગ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.