બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / Sanjay Raut was threatened in the name of Lawrence Bishnoi gang

BIG NEWS / તેરા ભી મૂસેવાલા....: સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે અપાઇ ધમકી

Priyakant

Last Updated: 10:45 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાવો કરવામાં આવ્યો છે કે, સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી

  • સંજય રાઉતને મળી જાનથી મારી નાખવાની ધમકી 
  • મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ જૂથના નેતા છે સંજય રાઉત
  • એક ઇસમે 'તેરા ભી મુસેવાલા કર દૂંગા' એવો મેસેજ કર્યો 

મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વાત જાણે એમ છે કે, ધમકી આપનાર વ્યક્તિએ 'તેરા ભી મુસેવાલા કર દૂંગા' એવો મેસેજ કર્યો હતો. આ સાથે દાવો કરવામાં આવે છે કે, સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. સંજય રાઉતને એક મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, જો તમે દિલ્હીમાં મળી આવ્યા તો હું તમને એકે 47થી ઉડાડી દઈશ, તમે મુસેવાલા બની જશો. સલમાન ઔર તુ ફિક્સ.

સંજય રાઉતને એક મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, જો તમે દિલ્હીમાં મળી આવ્યા તો હું તમને એકે 47થી ઉડાડી દઈશ, તમે મુસેવાલા બની જશો. સલમાન ઔર તુ ફિક્સ. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે આ ધમકી કન્નડ રક્ષા વેદિકા નામની સંસ્થા તરફથી આવી છે.

સલમાનને પણ ધમકી અપાઈ હતી ધમકી 
થોડા દિવસો પહેલા બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ફરીથી લોરેન્સ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જે બાદ કેસ નોંધાયા બાદ મુંબઈ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. આ પહેલા પણ સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી હતી અને તેણે તેના પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ગયા અઠવાડિયે લખનૌની પ્રખ્યાત જ્વેલરી શોપ ખુન ખુન જી જ્વેલર્સના માલિક ઉત્કર્ષ અગ્રવાલ પાસેથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના નામે ખંડણી માંગવામાં આવી હતી. તેના નંબર પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને ફોન કરનારે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ