બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાણંદ મંદિર ચોરી કેસમાં મોટો ખુલાસો! પોલીસ કસ્ટડીમાંથી જ વાહન ચોરી જવાનો હતો પ્લાન
Last Updated: 03:28 PM, 31 July 2026
સાણંદ નજીક ઉમિયામાતા મંદિર ખાતે થયેલી ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ પોલીસને ચોંકાવનારી તેવી કબૂલાત કરી છે. ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી પિકઅપ વાન પોલીસ જપ્ત કરે તે પહેલાં જ તેમાં ગુપ્ત રીતે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ટ્રેકર લગાવી દેવામાં આવ્યું હતું. આરોપીઓનો ઇરાદો જામીન પર છૂટ્યા બાદ પોલીસ કસ્ટડીમાંથી જ તે વાહન ચોરી જવાનો હતો.
ADVERTISEMENT
સાણંદ બી-ડિવિઝન પોલીસના જણાવ્યા મુજબ, ૧૭ જુલાઈએ ઉમિયામાતા મંદિર ખાતે થયેલી ચોરીના ગુનાની તપાસ દરમિયાન મુખ્ય આરોપી લક્ષ્મણ ગુર્જર સહિત અમદાવાદ ગ્રામ્ય પોલીસે મહેશકુમાર કલબેલિયા, મૂકેશનાથ કલબેલિયા, સુરેશનાથ કલબેલિયા અને અજયનાથ કલબેલિયાની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ ભલે ઓછું ભણેલા હોય, પરંતુ મંદિરો શોધવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો પિકઅપમાં તેમણે જીપીએસ ટ્રેકર પણ ફિટ કર્યું હતું.
ADVERTISEMENT
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ટ્રેકર લગાવવાનો હેતુ વાહન ક્યાં રાખવામાં આવ્યું છે તેની સતત માહિતી મેળવવાનો હતો. આરોપીઓની યોજના એવી હતી કે જામીન મળ્યા પછી પોલીસ કસ્ટડીમાંથી જ પિકઅપની ચોરી કરી લેવામાં આવે અને ત્યાર બાદ વાહનની કસ્ટડી મેળવવા કોર્ટમાં અરજી કરવામાં આવે. આ રીતે પુરાવા નષ્ટ કરીને બચી જવાનો તેમનો પ્રયાસ હતો.
આરોપીઓએ પૂછપરછમાં વધુમાં જણાવ્યું કે પોલીસ સુધી ન પહોંચાય તે માટે તેઓ જીપીએસ સિસ્ટમને પણ તોડી નાખવાની તૈયારીમાં હતા. જોકે, પોલીસે સમયસર ટ્રેકર સહિત જરૂરી પુરાવા જપ્ત કરી લીધા હતા, જેના કારણે તેમનો સમગ્ર પ્લાન નિષ્ફળ ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2023 પછી ગુજરાતના આ ગામમાં ખેડૂતો વાવણી જ નથી કરી શક્યા, 150 એકર જમીન પાણીમાં પણ તંત્રની ઉંઘ નથી ઉડતી
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હાલ પોલીસ સમગ્ર કાવતરાની વધુ તપાસ કરી રહી છે અને અન્ય કોઈ ગુનામાં પણ આ જ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.