બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / sana saeed father death on janta curfew actress had to attend his funeral on video call

ખુલાસો / શાહરૂખની ઑનસ્ક્રીન 'દીકરી' પિતાના અવસાનમાં વીડિયો કૉલ દ્વારા અંતિમ સંસ્કારમાં થઈ હતી શામેલ

Published By: Krupa

Last Updated: 09:00 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જનતા કર્ફ્યૂના દિવસે જ 'કુછ કુછ હોતા હૈ'ની એક્ટ્રેસ સના સઇદના પિતાનું નિધન થઇ ગયું હતું., જેના કારણથી એક્ટ્રેસ પિતાના અંતિમ સંસ્કારમાં પણ વીડિયો કૉલ દ્વારા સામેલ થઇ શકી હતી.

  • સના સઇદના પિતાનું જનતા કર્ફ્યૂના દિવસે થયું હતું નિધન
  • એક્ટ્રેસ વીડિયો કૉલ પર જ અંતિમ સંસ્કારમાં થઇ હતી સામેલ 
  • સના સઇદે 'કુછ કુછ હોતા હે'થી બનાવી હતી પોતાની ઓળખ 

કોરોના વાયરસના કારણે પીએમ નરેન્દ્ર મોદીએ 22 માર્ચે લોકોને 'જનતા કર્ફ્યૂ'નું પાલન કરવા માટે કહ્યું હતું અને કોઇને ઘરની બહાર નહીં નિકળવા માટે પણ કહ્યું હતું. જનતા કર્ફ્યૂના દિવસે જ 'કુછ કુછ હોતા હૈ'ની એક્ટ્રેસ સના સઇદના પિતાનું નિધન થઇ ગયું હતું., જેના કારણથી એક્ટ્રેસ પિતાના અંતિમ સંસ્કારમાં પણ વીડિયો કૉલ દ્વારા સામેલ થઇ શકી હતી. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે એક મીડિયામાં રિપોર્ટમાં કર્યો. એને જણાવ્યું કે એ દિવસે લૉસ એન્જિલિસ એક ઇવેન્ટમાં સામેલ થવા ગઇ હતી. પરંતુ યાત્રા પ્રતિબંધોના કારણે ત્યાંથી પરત ફરી શકી નહતી. 

સના સઇદે આ માટે વાત કરતાં કહ્યું, 'આ સમાચારનો સામનો કરવો મારા માટે ખૂબ મુશ્કેલ હતું, આ પહેલા પણ હું આઇસોલેશનમાં હતી અને મારી સાથે કોઇ નહતું. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ અને ખરાબ હતું.'સનાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એના પિતા ડાયાબિટીઝના દર્દી હતા. એને આગળ જણાવ્યું કે, 'એ છેલ્લા કેટલાક મહિનાથી બિમાર પડ્યા હતા અને હૉસ્પિટલમાં દાખલ પણ થઇ ગયા. જો કે થોડાક દિવસો બાદ એમની પરિસ્થિતિ સ્થિર થઇ ગઇ હતી અને તેઓ ઘરે આવી ગયા હતા. નહીં તો હું એમનો સાથ ના છોડતી. મે છેલ્લા કેટલાક મહિનાથી કંઇ કામ પણ લીધું નથી, કારણ કે હું મારા પિતા સાથે રહેવા ઇચ્છતી હતી.'

સના સઇદે પોતાની સ્થિતિ માટે આગળ જણાવ્યું, 'મે મારી જાતને દુનિયાથી થોડાક દિવસો માટે અલગ કરી દીધી હતી અને પરિવારથી જ જોડાયેલી હતી. હું એમની સાથે રહેવા ઇચ્છતી હતી અને એમને ગળે લગાવવા ઇચ્છતી હતી. દરેક સમય હું ઉદાસ રહેતી હતી. હું મારા પિતાને ખૂબ જ પ્રેમ કરતા હતી. પરંતુ હું મારા પિતાના અંતિમ સંસ્કાર માટે ઉપસ્થિત થઇ શકી નહીં. મે આ સ્થિતિથી લડવાની જગ્યાએ શાંતિથી કામ કરવા માટે વિચાર્યું.'
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Janta Curfew Sana saeed જનતા કર્ફ્યૂ નિધન સના સઇદ Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ