બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / same sex marriage hearing cji chandrachud tells about his driver family

સજાતિય લગ્ન સુનાવણી / 'મારા ડ્રાઈવરને એક જ છોકરી', સુપ્રીમમાં સાથી જજો તરફ ફરતાં બોલ્યાં ચીફ જસ્ટીસ, કહ્યો અદ્દભુત કિસ્સો

Hiralal

Last Updated: 09:25 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમમાં સજાતિય લગ્ન પરની ત્રીજા દિવસની સુનાવણીમાં ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે તેમના ડ્રાઈવરનું ઉદાહરણ આપ્યું.

  • સુપ્રીમમાં ત્રીજા દિવસે ચાલી સજાતિય લગ્ન પર સુનાવણી
  • ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ સજાતિય લગ્નના પક્ષમાં 
  • પોતાના ડ્રાઈવરનું આપ્યું ઉદાહરણ, તેમને સંતાનમાં એક જ છોકરી 

સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓની સુનાવણી દરમિયાન ગુરુવારે એક રસપ્રદ ચર્ચા થઈ હતી. એટલું જ નહીં ચીફ જસ્ટિસે ચર્ચાની વચ્ચે પોતાના ડ્રાઇવરનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, દુનિયા બદલાઈ રહી છે. તેમણે પોતાના ડ્રાઈવરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ચીન જેવા દેશોમાં વસ્તી વધારાની ગતિ ધીમી પડી રહી છે. આનું કારણ એ છે કે લોકો હવે વધારે બાળકો પેદા કરવા નથી માગતા. તેમણે કહ્યું કે તમારી આસપાસના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરો જે તમારા માટે કામ કરે છે.

મારા ડ્રાઈવરને તો તમે ઓળખો જ છો, ચીફ જસ્ટીસે સાથી જજોને કહ્યું 
ચીફ જસ્ટિસે કહ્યું, 'જો તમે લોકો સાથે વાત કરશો તો તેઓ બાળક વિશે વાત કરશે. મારા ડ્રાઇવરને પણ એક જ દીકરી છે. હવે પુત્રની ઇચ્છા જેવી બાબતો પણ ઘટી રહી છે. લોકો હવે શિક્ષિત થઈ રહ્યા છે. આટલું કહ્યા બાદ ચીફ જસ્ટિસે બેન્ચના અન્ય જજો તરફ ઇશારો કરીને કહ્યું કે તમે મારા ડ્રાઇવરને ઓળખો છો. એટલું જ નહીં, જ્યારે સમલૈંગિક માતા-પિતા દ્વારા બાળકોને ઉછેરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ચીફ જસ્ટિસે પણ તેનો જવાબ આપ્યો હતો. "જ્યારે વિપરીત લિંગના યુગલો વચ્ચે ઘરેલું હિંસા થાય છે, ત્યારે તમે તેના વિશે શું કહેશો?

પતિ દારુ પીઈને ઘેર આવીને પત્નીને મારે ત્યારે શું કહેશો 
જો કોઈ બાળકના પિતા સાંજે દારુ પીને ઘેર આવે, પત્નીને માર અને દારુ પીવા માટે પૈસા માંગે તો ત્યારે તમે શું કહેશો. તેમણે સમલૈંગિક લગ્નો સામે ઉભા કરવામાં આવતી દલીલોને ટ્રોલ જેવી બાબતો પણ ગણાવી હતી. સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ વિશ્વનાથને કહ્યું કે લગ્ન એ બે આત્માઓનું મિલન છે. તેમણે કહ્યું કે લગ્ન એ બે આત્માઓનું મિલન છે. લગ્નનો એકમાત્ર હેતુ બાળકો જ પેદા કરવાનો નથી. 

સીજેઆઈએ કહ્યું, લગ્નની વ્યાખ્યા પર ફેરવિચારણા કરવી પડશે
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે આપણે નાહકના વચ્ચે આવી ગયા છીએ. સમલૈંગિકતાને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સમલૈંગિક યુગલો સાથે રહી શકે છે અને સંબંધમાં આવી શકે છે. હવે જ્યારે આપણે આગળ વધી ગયાં છીએ ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું લગ્નોને મંજૂરી આપવાનું વિચારવું કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ