બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / same gender marriage center approaches supreme court with fresh application

વિવાહ / સમલૈંગિક વિવાહ Elite concept, લોકાચાર સાથે કોઈ લેવા દેવા નથી: કેન્દ્ર સરકારે SCમાં આપ્યો જવાબ

Last Updated: 11:43 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સમલૈંગિક વિવાહને માન્યતા આપવાને સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં થતી સુનાવણીના પહેલા મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું કે પહેલા કોર્ટ એવી અરજી પર સુનાવણીને લઈને નિર્ણય લે કે તે સુનવણી યોગ્ય છે કે નહીં?

  • સમલૈંગિક વિવાહને લઈને મહત્વનું પગલું 
  • સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની અરજી દાખલ 
  • સુનાવણીને લઈને લેવાયો મોટો નિર્ણય 

સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નના કાયદાને માન્યતા આપતી અરજી પર સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠનું ગઠન કરી દીધુ છે. આ સંવિધાન પીઠ 18 એપ્રિલથી કેસમાં સુનાવણી કરશે. પરંતુ તે પહેલા જ કેન્દ્ર  સરકારે મોટુ પગલુ ભર્યું છે. કેન્દ્રએ હવે સમલૈંગિક કાયદાને માન્યતા આપવાના સંબંધમાં અરજીને લઈને નવી અરજીઓની સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 

કાયદાની માન્યતાને લઈને કેન્દ્રએ કહી આ વાત 
સમલૈંગિક લગ્નને કાયદાની માન્યતાને લઈને કેન્દ્રએ કહ્યું કે આ સુપ્રીમ કોર્ટ માટે નિર્ણય કરવાનો મુદ્દો નથી અને સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવી સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. 

કેન્દ્રએ કહ્યું કે ન્યાયિક અધિનિર્ણયના માધ્યમથી સમલૈંગિક વિવાહને માન્યતા ન આપી શકાય. ત્યાં જ વિધાનમંડળ  ક્ષેત્રમાં આવે છે. કેન્દ્રએ કહ્યું કે ન્યાયના માધ્યમથી સમલૈંગિક વિવાહને માન્યતા ન આપી શકાય. આ વિધાનમંડળ ક્ષેત્રમાં આવે છે. 

કેન્દ્રની દલીલ 
કેન્દ્ર દ્વારા નવી અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયથી અરજીની વિચારણીયતા પર નિર્ણય લેવા કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું, મામલાની સુનાવણી પહેલા અરજી પર નિર્ણય કરી શકે છે કે તેમને સાંભળી શકાય છે કે નહીં? 

કેન્દ્રએ કહ્યું, "સેમ સેક્સ મેરેજ એક અર્બન એલીટિસ્ટ કોન્સેપ્ટ છે જેનો દેશના સામાજીત લોકાચાર સાથે કોઈ લેવાદેવા નથી. અરજીકરનાર શહેરી અભિપ્રાયોના વિચારોને આગળ વધારી રહ્યું છે. એક સંસ્થાના રૂપમાં વિવાહને ફક્ત વિધાનમંડળ  દ્વારા માન્યતા આપવામાં આવી શકે છે. સમલૈંગિક લગ્નને કાયદાની માન્યતા આપતા પહેલા વિધાનમંડળ ને શહેરી, ગ્રામીણ, અર્ધ ગ્રામીણ બધા વિચારો પર વિચાર કરવાનું રહેશે."

સુપ્રીમને મોકલવામાં આવેલા અરજીમાં શું લખેલું? 
સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવેલી અરજીમાં કેન્દ્રએ કહ્યું, "અધિકારોનું નિર્માણ ફક્ત વિધાનમંડળ  દ્વારા કરવામાં આવી શકે છે, ન્યાયપાલિકા દ્વારા નહીં સુપ્રીમ કોર્ટ પહેલા અરજીની વિચારણીયતા પર નિર્ણય કરી શકે છે. અરજીકરનારે એક નવી વિવાહ સંસ્થાના નિર્માણની માંગ કરી છે. જે ઘણા હાલના કાયદા હેઠળ વિવાહની અવધારાથી અલગ છે."

"વિવાહ એક એવુ સંસ્થાન છે જેને ફક્ત સક્ષમ વિધાનમંડળ દ્વારા માન્યતા આપવામાં આવી શકે છે અથવા કાયદાની માન્યતા પ્રદાન કરી શકાય છે. વિધાનમંડળને વ્યાપાક વિચારો અને દરેક ગ્રામીણ, અર્ધ ગ્રામીણ અને શહેરી આબાગીનો અવાજ, ધાર્મિર સંપ્રદાયો અને વ્યક્તિગત કાયદાની સાથે સાથે વિવાહના ક્ષેત્રને પણ નિયંત્રિત કરવાના રીવાજોને ધ્યાનમાં રખવાનું રહેશે."

કોર્ટે બનાવી ખંડપીઠ 
તમને જણાવી દઈએ કે સમલૈંગિક વિવાહને કાયદાકિય માન્યતા આપવાની 15 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર અમુક દિવસ પહેલા જ સુનાવણી માટે ચીફ જસ્ટિસની આગેવાની વાળા ત્રણ જજોની પીઠે આ મામલાન પર સુનાવણી 5 જજોની સંવિધાન પીઠની સામે કરવામાં આવેલી ભલામણ કરી હતી. 

સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારદિવાલાની પીઠે કહ્યું કે આ મૌલિક મુદ્દો છે. અમારા વિચાર આ અરજી હોવાની સંવિધાનની વ્યાખ્યા સાથે જોડાયેલા આ મામલાને 5 જજોની પીઠની સામે સંવિધાનના અનુચ્છેદ 145ના આધાર પર નિર્ણય માટે મોકલવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Elite concept Supreme Court application  સમલૈંગિક વિવાહ સુપ્રીમ કોર્ટ Supreme Court
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ