બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / salman khan sends trucks loaded with food packets for daily wage workers fight against corona

વખાણ / કોરોના સંકટમાં મદદ કરવા સલમાન ખાને ટ્રકો ભરીને મોકલ્યો આ સામાન

Published By: Krupa

Last Updated: 09:40 PM, 10 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાને આ પહેલા ફેડરેશન તરફથી મોકલાયેલા 16000 મજૂરોના બેંક અકાઉન્ટમાં કુલ 4 કરોડ 80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. આ ઉપરાંત એ આગળ મે મહિનામાં 19000 મજૂરોના અકાઉન્ટમાં 5 કરોડ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો વાયદો આપ્યો છે.

  • સલમાન ખાન રીયલ લાઇફનો પણ હીરો છે, ફરીથી કર્યયું સાબિત
  • સલમાન ખાને મોટું દિલ દેખાડ્યું અને મજૂરોની મદદ માટે હાથ લંબાવ્યો
  • ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ સલમાન ખાનના વખાણ કર્યા

સલમાને ખાને ફરીથી એક વખત સાબિત કરી દીધું કે એ માત્ર રીલ લાઇફમાં હીરો નથી પરંતુ રીયલ લાઇફનો પણ હીરો છે. વાસ્તવમાં એને ભૂખ્યા મજૂરો માટે ટ્રક ભરીને ખાવાનું મોકલ્યું છે. કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લૉકડાઉનના કારણે મજૂરોની સામે ખાવાનું સંકટ આવી ગયું છે. આ કઠિન સમય પર સલમાન ખાને મોટું દિલ દેખાડ્યું અને મજૂરોની મદદ માટે હાથ લંબાવ્યો છે. એક્ટરના આ પગલાથી ચારે બાજુ વખાણ થઇ રહ્યા છે. હવે ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ સલમાન ખાનના વખાણ કર્યા છે. 

મુંબઇમાં બાંદ્રા ઇસ્ટથી ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ સલમાન ખાનના આ કામના વખાણ કર્યા છે. એમને ટ્વિટ કરતા લખ્યું, 'જ્યારે તમે લોકોની મદદ કરો છો તો હંમેશા એક સ્ટેપ આગળ રહો છો અને તમે આ ફરીથી એક વખત સાબિત કરી દીધું છે. ડેલી વેજ વર્કરના પ્રતિ તમારા આ યોગદાન માટે ધન્યવાદ.' આગળ એમને લખ્યું, 'કોઇ ભૂખ્યું સૂવે નહીં એ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વાયરસની વિરુદ્ધ અમારી લડાઇમાં સામેલ થવા ધન્યવાદ.'

મજૂરોના ખાતામાં ટ્રાન્સફર કર્યા રૂપિયા 
આ પહેલા ફેડરેશન તરફથી મોકલાયેલા 16000 મજૂરોના બેંક અકાઉન્ટમાં કુલ 4 કરોડ 80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. આ ઉપરાંત એ આગળ મે મહિનામાં 19000 મજૂરોના અકાઉન્ટમાં 5 કરોડ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો વાયદો આપ્યો છે. આ રીતે બે મહિના સુધી એ મજૂરોના ખર્ચ ઊઠાવશે અને કુલ 10 કરોડ 50 લાખ રૂપિયાની મદદ કરશે. 

બાબા સિદ્દીકીના પુત્ર છે જીશાન 
જણાવી દઇએ કે જીશાન સિદ્દીકી ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર છે. સલમાન ખાન અને બાબા સિદ્દીકી ખૂબ જ સારા મિત્ર છે અને બંને એકબીજાના ઘરેલૂ કાર્યક્રમમાં પણ સામેલ થાય છે. બાબા સિદ્દીકી દર વર્ષે ઇફ્તાર પાર્ટી આપે છે અને એમાં ઘણા બોલીવુડ સેલેબ્સ સામેલ થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Salman khan food packets જીશાન સિદ્દીકી મજૂરો સલમાન ખાન Corona Effect

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ