બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan house firing case connection with Portugal

બોલિવુડ / સલમાનના ઘર પર ફાયરિંગ કેસમાં ખુલ્યું પુર્તગાલ કનેક્શન, થયો ચોંકાવનારો ખુલાસો

Vidhata

Last Updated: 10:07 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની સુરક્ષાને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. પોલીસે સલમાનના ઘરની બહાર કડક સુરક્ષા ગોઠવી છે. આ ઉપરાંત, આ ઘટનાની જવાબદારી લેનાર ફેસબુક પોસ્ટનું આઈપી એડ્રેસ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને આમાં જેલમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈનું નામ બહાર આવી રહ્યું છે.

સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગનાં કેસમાં વધુ એક નવું અપડેટ સામે આવ્યું છે. 14 એપ્રિલના રોજ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બનેલી ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે 15 એપ્રિલે તપાસ બાદ બે શકમંદોની અટકાયત કરી હતી. તે જ સમયે, હવે પોલીસને અનમોલ બિશ્નોઈના આઈપી એડ્રેસને ટ્રેસ કરવામાં સફળતા મળી છે. તેઓએ શોધી કાઢ્યું છે કે ફેસબુક પોસ્ટ ક્યાંથી કરવામાં આવી હતી, જેમાં ઘટનાની જવાબદારી લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવાર, 15 એપ્રિલના રોજ જણાવ્યું કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુંબઈના નિવાસસ્થાને ગોળીબારની જવાબદારી સ્વીકારતી ફેસબુક પોસ્ટનું આઈપી એડ્રેસ પોર્ટુગલનું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે પોલીસને શંકા છે કે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ દ્વારા રવિવાર, 14 એપ્રિલના રોજ ફેસબુક પોસ્ટ અપલોડ કરવા માટે VPN (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફેસબુક પોસ્ટનું IP એડ્રેસ ક્યાંનું છે?

ગોળીબારની જવાબદારી સ્વીકારતી એક ફેસબુક પોસ્ટ 14 એપ્રિલે સવારે 11 વાગ્યાની આસપાસ સામેલ આવી, જેના કેટલાક કલાકો પહેલા બે અજાણ્યા બાઇક સવારોએ સવારે 5 વાગ્યે ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર કર્યો હતો. અધિકારીએ કહ્યું, FB પોસ્ટનું IP એડ્રેસ પોર્ટુગલનું હોવાનું જાણવા મળ્યું છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ.

હુમલાખોરોએ ગોળીબાર કર્યાના થોડા દિવસો પહેલા કરી હતી રેકી 

તે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે સલમાન ખાન, અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું જેથી તમે અમારી તાકાત સમજી શકો. આ છેલ્લી ચેતવણી છે અને આ પછી ખાલી ઘર પર ગોળીબાર નહીં થાય. અધિકારીના જણાવ્યા મુજબ, શૂટરોએ થોડા દિવસો પહેલા બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘરની બહાર રેકી કરી હતી. પોલીસ ગેલેક્સી એપાર્ટમેન્ટ નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે કે શું શૂટર્સ એ ભીડનો ભાગ હતા કે જેઓ 11 એપ્રિલે ઈદ પર અભિનેતાની એક ઝલક જોવા માટે ત્યાં એકઠા થયા હતા.

વધુ વાંચો: 6 જ વર્ષમાં પાંચ-પાંચ વાર ધમકી, 2 શૂટર્સની ધરપકડ..., જુઓ ધમકીથી લઇને ફાયરિંગ સુધીની સલમાનની Inside Story

સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી 

દરમિયાન, ખતરાની ધમકીને ધ્યાનમાં રાખીને ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે અભિનેતાને Y+ સુરક્ષા છે, પરંતુ ગોલીબાદની ઘટના બાદ તેની સુરક્ષા કરતા પોલીસકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે અભિનેતાના ઘરની બહાર જતી વખતે પોલીસ પણ સાવચેતી રાખી રહી છે. જ્યારે પણ સલમાન ખાન ફિલ્મના શૂટિંગ માટે બહાર જશે ત્યારે સાવચેતી રાખવામાં આવશે. SPU (સ્પેશિયલ પોલીસ યુનિટ) વાહન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ઊભું રહેશે. સાવચેતીના પગલારૂપે એપાર્ટમેન્ટની બહાર સ્થાનિક પોલીસ પણ તૈનાત છે અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ