બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Salman khan Inside Story Threats five times in 6 years, 2 shooters arrested
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મો દ્વારા ચાહકોના દિલ પર રાજ કરે છે પરંતુ સલમાન ખાનનું અંગત જીવન ઘણા વિવાદોથી ઘેરાયેલું છે. જેના કારણે સલમાન ખાનને ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ એ પણ જાણીતું છે કે ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈ તરફથી સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તાજેતરમાં જ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે, જેની તપાસ મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
ADVERTISEMENT

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરતા પહેલા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી. જો કે સલમાનને છેલ્લા છ વર્ષથી આવી ધમકી મળી રહી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ વર્ષ 2018માં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. કોર્ટમાં તેની હાજરી દરમિયાન, ગેંગસ્ટરે કહ્યું હતું કે તે જોધપુરમાં સલમાન ખાનને મારી નાખશે. જ્યારે અમે કામ કરીશું ત્યારે બધાને ખબર પડશે.
ADVERTISEMENT
એ બાદ 2019માં લોરેન્સ બિશ્નોઈના ખાસ શૂટર સંપત નેહરાએ પહેલીવાર સલમાનને મારવાનો પ્રયાસ કર્યો હતો. તે મુંબઈમાં સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પહોંચ્યો હતો. તે સમયે તેની પાસે જે હથિયાર હતું તેની રેન્જ ઓછી હતી. તેથી જ તેણે હુમલાની યોજના મુલતવી રાખી હતી.
એ બાદ વર્ષ 2022માં સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે જે હાલત સિદ્ધુ મૂસેવાલાની કરવામાં આવી છે તે જ હાલત સલમાન ખાનની કરવામાં આવશે.
ADVERTISEMENT

સલમાન ખાનને 2023માં ઘણા ધમકીભર્યા મેલ મળ્યા હતા. લોરેન્સ વિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનની ઓફિસમાં ધમકીભર્યા મેઈલ મોકલવામાં આવ્યા હતા. આ પછી સલમાન ખાનની સુરક્ષા મજબૂત કરવામાં આવી હતી. પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલની ફિલ્મની લોન્ચિંગ પાર્ટીમાં સલમાન ખાન પહોંચ્યો હતો. આ પછી લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલો કર્યો અને કહ્યું કે સલમાન ખાનને મળવાના કારણે તેણે પણ પરિણામ ભોગવવા પડશે.
ADVERTISEMENT
એકવાર મુંબઈ પોલીસ કંટ્રોલમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીનો કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ જોધપુરના રોકી ભાઈ તરીકે આપી હતી. આ પછી, તપાસ કરતી વખતે પોલીસે મુંબઈના થાણેથી 16 વર્ષના છોકરાની અટકાયત કરી. પોલીસે જણાવ્યું હતું કે આ છોકરો રાજસ્થાનનો રહેવાસી છે અને કથિત રીતે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો.
સલમાન ખાનને સતત મળતી ધમકીઓ વચ્ચે 14 એપ્રિલની સવારે બે અજાણ્યા બાઇક પર આવેલા હુમલાખોરોએ સલમાન ખાનના ઘર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગેલી છે.
ADVERTISEMENT
જાણીતું છે કે રવિવારે લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલાને લઈને ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. તેણે હુમલાની જવાબદારી લેતા કહ્યું હતું કે આ છેલ્લી ચેતવણી છે. જો કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને તેઓએ સોમવારે રાત્રે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.