બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan Firing Case Salim Khan said What to talk to such people

મનોરંજન / 'જ્યારે મારી નાંખીશું ત્યારે ખ્યાલ આવશે, આવું બોલનારા લોકો જોડે....', ફાયરિંગ કેસમાં આ શું બોલ્યા સલમાનના પિતા

Vidhata

Last Updated: 08:56 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનનાં ઘર પર ફાયરિંગનાં કેસમાં સલમાનના પિતા સલીમ ખાને કોઈનું નામ લીધા વિના કહ્યું કે આવા અભણ લોકો સાથે શું વાત કરવી, જે કહે છે કે જયારે મારી નાખશે ત્યારે ખબર પડશે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દરમિયાન, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મંગળવારે સલમાન ખાનને તેમના ઘરે મળ્યા. ફાયરિંગ કેસને લઈને સલમાનના પિતા સલીમ ખાને કહ્યું કે, આ મામલો પોલીસ પાસે છે, અમને કહેવામાં આવ્યું છે કે આ અંગે કોઈની સાથે વાત ન કરો અને કોઈને ઈન્ટરવ્યુ ન આપો.

સલીમ ખાને કહ્યું કે પોલીસે સલમાન અને તેના પરિવારને વધારાની સુરક્ષા પૂરી પાડી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું સલમાન તેનું કામ ચાલુ રાખશે તો તેના પિતાએ કહ્યું કે પોલીસે ખાતરી આપી છે કે સલમાન કોઈપણ ચિંતા કર્યા વગર પોતાનું કામ કરી શકે છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.

સલમાનના પિતા સલીમ ખાને કોઈનું નામ લીધા વિના કહ્યું કે આવા અભણ લોકો સાથે શું વાત કરવી, જે કહે છે કે જયારે મારી નાખશે ત્યારે ખબર પડશે. એવા મૂર્ખ માણસ છે. તેમણે કહ્યું કે પોલીસે અમારી સુરક્ષાની જવાબદારી લીધી છે. જો સલમાન ઘરની બહાર જશે તો પોલીસકર્મીઓ તેની સાથે રહેશે.

સીએમ શિંદેએ સુરક્ષાની ખાતરી આપી

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફાયરિંગની ઘટનાને ધ્યાનમાં રાખીને સલમાન અને તેના પરિવારના સભ્યોને કડક સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. શિંદેએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ ચેતવણી આપી છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે હું સલમાન ખાનને મળ્યો અને તેમને ખાતરી આપી કે સરકાર તેમની સાથે છે. મેં પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો: 'સલમાનને મારી નાખવા જ કર્યું હતું ફાયરિંગ', ભુજથી ઝડપાયેલા હુમલાખોરોનો ઘટસ્ફોટ

ફાયરિંગને લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા

સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. જ્યારે સીએમ શિંદેને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ પણ ગેંગ બચી છે. અમે બધાને ઉખેડી નાખીશું. ગેંગ અને ગુંડાઓને તેમની મનમરજી મુજબ કરવા દેવામાં આવશે નહીં. આ મહારાષ્ટ્ર છે, અહીં કોઈ ગેંગ નથી બચી. અમે તમામ ટોળકી અને ગુંડાઓને જડમૂળથી ઉખેડી નાખીશું. અહીં ગુંડાગીરી ચાલવા દેવામાં આવશે નહીં. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. મેં પોલીસ કમિશનરને સલમાન ખાન અને તેના પરિવારને સુરક્ષા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ