બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Shooters opened fire in bid to kill Salman Khan: Police

મુંબઈ / 'સલમાનને મારી નાખવા જ કર્યું હતું ફાયરિંગ', ભુજથી ઝડપાયેલા હુમલાખોરોનો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 07:36 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓએ પોલીસ પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે સ્થાનિક કોર્ટને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓએ સલમાન ખાનને મારી નાખવા માટે જ તેના ઘર બહાર ફાયરિંગ કર્યું હતું. 
રવિવારે વહેલી સવારે બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા સલમાનના ઘર બહાર ફાયરિંગની ઘટના બાદ આરોપી વિક્કી ગુપ્તા (24) અને બિહારના રહેવાસી સાગર પાલ (21) ફરાર થઈ ગયા હતા. આ બન્ને કચ્છના માતાના મઢમાંથી ઝડપાયાં હતા અને મુંબઈ લવાયાં હતા. ઘટના સમયે ગુપ્તા મોટરસાયકલ પર સવાર હતો અને પાછળ બેઠેલા પાલે સલમાનના ઘર સામે ફાયરિંગ કર્યું હતું. 

બન્ને આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર 
આ બંનેને મંગળવારે અહીંની મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ કાવતરાનો પર્દાફાશ કરવા અને આ ઘટના પાછળના મુખ્ય સૂત્રધારને ઓળખવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાના આધારે તેમની 14 દિવસની કસ્ટડી માંગી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એલ એસ પેડેને બંને આરોપીઓને 25 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા છે. ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરેલી રિમાન્ડ નોટમાં જણાવ્યું હતું કે બંનેએ ખાનના નિવાસસ્થાનની બહાર તેની હત્યા કરવાના ઇરાદાથી ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓએ પોતે ફાયરિંગ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. જોકે પોલીસને હજુ ગુનામાં વપરાયેલ હથિયાર મળ્યું નથી. 

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી જવાબદારી 
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કથિત રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટર લખીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. અનમોલે સલમાન ખાનને ધમકી આપતા કહ્યું કે આ માત્ર ટ્રેલર છે. આગલી વખતે ઘરની બહાર ગોળીઓ નહીં લાગે. અનમોલે ફેસબુક પોસ્ટમાં કથિત રીતે લખ્યું છે કે, "ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જાંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત." અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો જુલમ સામેનો ચુકાદો યુદ્ધ દ્વારા આવે છે, તો પછી યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન, અમે માત્ર તને ટ્રેલર બતાવવા માટે આ કામ કર્યું છે, જેથી તમે સમજો, અમારી તાકાતને વધુ ટેસ્ટ ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર ગોળીઓ ચાલશે નહીં. '
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, "અમારી પાસે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલના નામ પર બે કૂતરા છે, જેમને તમે ભગવાન માન્યા છો." મને વધારે વાત કરવાની આદત નથી. જય શ્રી રામ, જય ભારત." અંતમાં લખ્યું છે કે, "(લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા. બ્લેક જેઠેડી. 

કોણ છે અનમોલ બિશ્વનોઈ 
અનમોલ ભારતમાં વોન્ટેડ છે. રિપોર્ટ મુજબ તે અમેરિકામાં છુપાયો છે. તેને પકડવા માટે ભારતીય એજન્સીઓ કામે લાગી છે તેમ છતાં પણ હજુ તે પકડથી દૂર છે. 

સલમાનના ઘર બહાર ફાયરિંગ 
રવિવારે વહેલી સવારે બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સવારે 4.51 વાગ્યાની આસપાસ બની હતી. આમાં કોઈને ઈજા થઈ નથી. અભિનેતાના ઘરની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સલમાન ખાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઈના હીટ લિસ્ટમાં છે. લોરેન્સ ગેંગ તેની હત્યા કરવા માગે છે. જ્યારે સલમાન ખાને ફિલ્મના શુટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળા હરણનો શિકાર કર્યો હતો ત્યારથી લોરેન્સ ગેંગ તેની પાછળ પડી છે. લોરેન્સ રાજસ્થાનનો છે અને તેનો સમુદાય  બિશ્વનોઈ કાળા હરણને ભગવાન સમાન માને છે. ગેંગે સલમાન ખાનને માફી માગવાનું પણ કહ્યું હતું પરંતુ તેણે માફી ન માગી હોવાથી તેની હત્યા કરવા માગે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ