ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / salma al shebab saudi saudi arabia woman sentenced 34 years in prison retweet in on twitter

ચુકાદો / સાઉદી અરબની સલમાએ એવું Tweet કર્યું કે કોર્ટે ફટકારી 34 વર્ષની જેલની સજા

Published By: Vishnu

Last Updated: 11:44 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમા અલ શેહબાબે તેના ટ્વીટર હેન્ડલથી સાઉદી અરબની મહિલાઓના અધિકારને લઈ ટ્વિટ રિટ્વિટ કર્યા હતા

ADVERTISEMENT

  • સાઉદી અરબની કોર્ટે સંભળાવી કડક સજા
  • ટ્વીટના આરોપસર 34 વર્ષની સજા
  • રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી સરકારની દલીલો પર કોર્ટે આપ્યો ચુકાદો

સાઉદી અરબમાં એક મહિલા સોશિયલ સાઈટ ટ્વીટર પર લોકોના ટ્વિટ રિટ્વિટ કરે છે. જે બાદ આજે કોર્ટે પહેલા તેણે 6 વર્ષની સજા સંભળાવી હતી. બાદમાં તે વધારીને 34 વર્ષ કરી દીધી હતી. સાથે જ સજા પૂર્ણ થયા બાદ પણ 34 વર્ષનો ટ્રાવેલિંગ બેન પણ લગાવી દેવામાં આવ્યો છે.સલમા અલ શેહબાબે તેના ટ્વીટર હેન્ડલથી સાઉદી અરબની મહિલાઓના અધિકારને લઈ ટ્વિટ રિટ્વિટ કર્યા હતા. સલમાએ જેલની હવા ખાઈ રહેલા એક્ટિવિસ્ટ Loujain al-Hathloul સહિત ઘણી અન્ય મહિલા કાર્યકર્તાને જેલમાં મુક્ત કરવાની માંગ કરી હતી.

લોકો વચ્ચે અશાંતિ ફેલાવવાનું કામ કરી રહી: સાઉદી સરકાર
ડેલી મેલના જણાવ્યા અનુસાર સાઉદી સરકારે સલમા અલ શેહબાબ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ટ્વીટરના માધ્યમથી લોકો વચ્ચે અશાંતિ ફેલાવવાનું કામ કરી રહી છે. સલમાના ટ્વીટથી રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો ઊભો થઈ શકે છે. જે બાદ સાઉદી ટેરેરીઝમ કોર્ટે તેણીને 34 વર્ષની સજા ફટકારી

કોર્ટે સોશિયલ મીડિયાની એક્ટિવિટી ધ્યાને લીધી
કોર્ટે જ્યારે સલમાને સજા સંભળાવી ત્યારે તેના ટ્વીટ અને સોશિયલ મીડિયાની એક્ટિવિટીને પણ ધ્યાને રાખી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાઓને મુક્ત કરવાની વાત કરી હતી. જેમાં Loujain al-Hathloul ને છોડવા તેમની પ્રમુખ માંગ હતી.

કયા ટ્વીટ પર લેવાયા એક્શન
સલમા અલ શેહબાબે Loujain al-Hathloulની બહેન લીનાના ટ્વીટને રિટવીટ કર્યું હતું. જેમાં લીનાએ તેની બહેન માટે લખેલું હતું કે Loujain al-Hathloulને જેલમાંથી છોડવાની માંગ કરી હતી. આ ઉપરાંત સલમાએ સાઉદીથી અસહમતિ રાખતા એવા કાર્યકર્તાના ટ્વીટ પણ રિટવીટ કર્યા હતા જે હાલ નિવાર્સન જિંદગી વિતાવી રહ્યા છે.

જાન્યુઆરી 2021માં થઈ હતી ધરપકડ
આ સમગ્ર મામલે ડો બેથને અલ હૈદરીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે  જે વી રીતે સલમાને સજા ફટકારવામાં આવી છે તેથી એક વાત સ્પષ્ટ છે કે દિન પ્રતિદિન હાલત બગડતા જઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

34 વર્ષની સજા Saudi Arabia prison retweet in on twitter salma al shebab કડક સજા ટ્વીટ સલમા અલ શેહબાબ સાઉદી અરબ સાઉદી અરબ ટ્વીટ કેસ Saudi Arabia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ