salim khan gave an updates on son salman khans health
BIG NEWS /
સલીમ ખાને દીકરા સલમાનના સ્વાસ્થ્યને લઈને આપ્યા મોટા અપડૅટ્સ, સર્પદંશની ઘટના મામલે જૂઓ શું કરી વાત
Team VTV09:06 PM, 26 Dec 21
| Updated: 09:07 PM, 26 Dec 21
પોતાના જન્મદિવસના એક દિવસ અગાઉ જ બોલીવૂડ સ્ટાર સલમાન ખાન પર મૂસીબતનો પહાડ તૂટી પડ્યો હતો. રવિવારે સવારે સાપે ડંખ માર્યો હતો. ત્યારબાદ સલમાનને નવી મુંબઈની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
સલમાન ખાનના સ્વાસ્થ્યને લઈને મોટા અપડૅટ
પિતાએ કહ્યું- તબિયત એકદમ સારી છે
ડોક્ટરે લખી આપી છે કેટલીક દવાઓ
તેમના પનવેલ ફાર્મ હાઉસ પર એક સાંપે ડંખ માર્યો હતો જો કે, સારા સમાચાર એ છે અભિનેતા સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ત્યારે સલમાનના પિતા સલીમ ખાને સમગ્ર મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું.
સલીમ ખાને ચાહકોને સાંત્વના આપી
સલમાન ખાનના પિતા સલીમ ખાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમના ચાહકોને ખાતરી આપી હતી કે અભિનેતા હવે 'સંપૂર્ણ રીતે ઠીક' છે. સાથે જ તેમણે કહ્યું કે, 'સલમાન ઠીક છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. આ બધું વહેલી સવારે થયું હતું, પરંતુ હવે તે ઠીક છે. આ સાપ ઝેરી ન હતો અને જંગલની આસપાસ આ જીવોને શોધવાનું એકદમ સરળ છે. ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી છે. પરંતુ તે સંપૂર્ણપણે ઠીક છે.
નોંધનીય છે કે 27 ડિસેમ્બરે જ સલમાન ખાનનો જન્મ દિવસ પણ છે અને એવામાં ઘણા ફેન્સને નિરાશા થઈ છે કે આ વખતે સલમાન ખાન સેલિબ્રેશનમાં સામેલ થશે કે પછી આરામ કરશે? સલમાન પોતાના પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરવા માટે ફાર્મ હાઉસ પહોંચ્યો હતો.