બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 06:56 PM, 18 June 2022
ADVERTISEMENT
પગારપંચ બદલાશે
સરકારી કર્મચારીના વેતનમાં વધારો કરવા માટે આજ સુધી સરકાર કેટલાક અંતરાલમાં નવું પગારપંચ લાગુ પાડતી હતી, જેમાં ભલામણોને આધારે વેતનમાં વધારો કરવામાં આવતો, પરંતુ હવે મોદી સરકાર નવું પગારપંચ લાગુ કરવાના બદલે એક બીજી નવી ફોર્મુલા લાવવાની તૈયારીમાં છે.
પગાર વધારા માટે નવી યોજના
અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને વેતનમાં વૃદ્ધિ સાથે દર છ મહીને મોંઘવારી ભથ્થાનો પણ લાભ આપતી. રીપોર્ટના જણાવ્યા મુજબ નાણા મંત્રાલય પગાર વધારવા માટે એક નવી યુક્તિ પર વિચાર કરી રહી છે. મંત્રાલયના સુત્રોનું કહેવું છે કે હવે કર્મચારી માટે વેતન આયોગ નહી આવે પરંતુ એમની જગ્યા પર કર્મચારીના પર્ફોમન્સના હિસાબે તેના વેતનમાં વધારો મળશે. પરંતુ ભવિષ્યમાં આ યુક્તિ કઈ રીતે કામ કરશે તે ઉપર હજુ સરકાર વિચાર કરી રહી છે.
ADVERTISEMENT
છ વર્ષ પહેલા અરુણ જેટલીએ આ વાત કહી
વેતન આયોગના બદલે પગાર વધારવા માટે નવી ફોર્મુલ્યાની વાત આજથી છ વર્ષ પહેલા કરવામાં આવી હતી. તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં કહ્યું હતું કે હવે કર્મચારીઓ માટે વેતન આયોગ હટાવવા વિશે વિચારવું જોઈએ. હવે સરકાર આ વિચાર પર કામ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ડીપ પર આધારિત નવી ફોર્મુલા
કર્મચારીઓના પગાર વધારાની નવી ફોર્મુલાને હજુ મંજુરી મળવાની બાકી છે, પરંતુ એવું માનવામાં આવે છે આ નવી ફોર્મુલા ડીપ પર આધારિત હશે. નવી ફોર્મુલા મુજબ કર્મચારીનું DA 50 ટકાથી વધુ થતા પગારમાં ઓટોમેટિક વધારો થશે. અને આ ફોર્મુલાને ઓટોમેટિક પે રિવિઝન નામ આપવામાં આવી શકે છે. જેનો લાભ કેન્દ્રના 68 લાખ કર્મચારીઓ અને 52 લાખ પેન્સનાધારકોને મળશે.
ન્યુનતમ પગાર મળશે 21 હજાર
સરકારના આ ફ્રોમુલાનો લાભ નીચલા સ્તરના કર્મચારીઓ સૌથી વધુ મળશે. પરંતુ હજુ આ ફોર્મુલાને અંતિમ રૂપ આપવાનું બાકી છે. આ નવો નિયમ લાગુ થયા બાદ નીચલા સ્તરના કર્મચારીઓનો પગાર વધારે વધશે. લેવલ મેટ્રિક 1 થી 5 સુધીના કર્મચારીઓનું ન્યુનતમ બેઝિક પગાર 21 હજાર રૂપિયા થઇ જશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.