બ્રેકિંગ ન્યુઝ
નોંધનીય છે કે ઠાકરે સરકારે હાલમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે માર્ચથી લાગુ કરેલ લોકડાઉન પછી હવે મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
કોરોના વાયરસ હજુ આપણી આસપાસ છે
CM ઠાકરેએ મહારાષ્ટ્રના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આપણે ભૂલવું ન જોઈએ કે કોરોના વાયરસ હજુ આપણી આસપાસ છે. લોકોએ હજુ પણ શિસ્તમાં રહેવું પડશે. હોળી, ગણેશ ચતુર્થી, નવરાત્રી, ઈદ, માઉન્ટ મેરી જેવા તમામ તહેવારોમાં જે શિસ્ત જળવાયું છે તેવું જ વર્તન ધાર્મિક સ્થળોએ રાખવું પડશે.
ADVERTISEMENT
આ રહેશે શિરડી મંદિરના નિયમો
અહેવાલ પ્રમાણે સોમવારે સાંઈ બાબાનું મંદિર ખુલતા પહેલા કકડ આરતી કરવામાં આવશે. કોરોનાના સેફટી પ્રોટોકોલ્સને પગલે પ્રતિ દિન ફક્ત 6000 ભક્તો અને પ્રતિ કલાક ફક્ત 900 ભક્તો પ્રવેશ કરી શકશે.
ADVERTISEMENT
ભક્તો દર્શન માટે ઓનલાઇન એપ્લાય કરી શકશે અથવા શિરડીમાં તેમણે ટોકન લેવું પડશે.
65 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષથી નાના ભક્તો માટે પ્રવેશ નિષેધ રહેશે. તમામ ભક્તો માટે માસ્ક પહેરવો ફરજીયાત હશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ભક્તોએ પ્રવેશતા પહેલા પગ પણ ધોવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.