બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / SAFF U19 Championship Bangladeshi fans pelted stones after India's victory

SAFF U19 Championship / ભારતની જીત બાદ સ્ટેડિયમમાં બબાલ: મહિલા ટીમ પર થયો પથ્થરમારો, બદલવું પડ્યું પરિણામ

Megha

Last Updated: 12:14 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી SAFF અંડર-19 વિમેન્સ ચેમ્પિયનશિપની ફાઈનલ ડ્રો થયા બાદ ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું, બાંગ્લાદેશી ચાહકો મેદાન પર પથ્થરો અને બોટલો ફેંકી.

  • ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફૂટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાઈ હતી. 
  • બંને ટીમો વચ્ચે ડ્રો થયા બાદ ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. 
  • એ સમયે બાંગ્લાદેશી ચાહકો મેદાન પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા હતા.

ગુરુવારે બાંગ્લાદેશમાં SAFF મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 8 ફેબ્રુઆરીના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. 90 મિનિટની રમતમાં બંને ટીમો ટાઇ પર હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ પણ ડ્રોમાં સમાપ્ત થયો હતો. 

આ પછી ટોસ દ્વારા ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ સ્ટેડિયમમાં થયેલા હંગામાને કારણે અધિકારીઓએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. એ દરમિયાન મેદાનમાં ભીડ બોટલો ફેંકતી જોવા મળી હતી, તો કેટલાકે મેદાનમાં પથ્થરમારો કર્યો હતો. આ પછી, બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી SAFF અંડર-19 વિમેન્સ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટ બાદ બંને ટીમો 11-11થી બરાબરી પર હતી, ત્યારપછી ટોસ બાદ મેચ અધિકારીઓએ ભારતને ટૂર્નામેન્ટનો વિજેતા જાહેર કર્યો હતો. એ સમયે બાંગ્લાદેશી ચાહકો મેદાન પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા હતા. આ પછી આ પરિણામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. 

વાસ્તવમાં, 90 મિનિટની આ રમતમાં બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. આ પછી, પેનલ્ટી શૂટઆઉટ થયો, જે પણ ડ્રોમાં સમાપ્ત થયો અને સ્કોર લાઇન 11-11 સુધી પહોંચી. રેફરી પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રાખવાનો હતો, પરંતુ પછી તેને બંને પક્ષોના કેપ્ટનને બોલાવીને ટોસ કરાવવા અને વિજેતા જાહેર કરવાનું કહેવામાં આવ્યું હતું.

વધુ વાંચો: રોચક છે રવીન્દ્ર જાડેજાની લવસ્ટોરી: રિવાબા સાથે આ રીતે થઈ હતી પહેલી મુલાકાત, લગ્નમાં થયું હતું હવાઈ ફાયરિંગ

બાંગ્લાદેશી ચાહકોએ જે રીતે ભારતીય મહિલા ફૂટબોલ ટીમનો વિરોધ કર્યો તેનાથી ભારતીય ચાહકો ખૂબ નારાજ છે. સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ચાહકોની ખૂબ ટીકા થઈ રહી છે. આના પર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) તરફથી પણ પ્રતિક્રિયા આવી હતી, તેઓએ કહ્યું કે અમે બંને પક્ષોને સંયુક્ત વિજેતા જાહેર કરવાના નિર્ણયને સ્વીકાર્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ