બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Russia's Moon mission fails: Luna-25 crashes on the moon, now India's Chandrayaan-3 gives hope to the world

BIG BREAKING / રશિયાનું મિશન મૂન ફેલ: ચંદ્ર પર ક્રેશ થયું Luna-25, હવે ભારતના ચંદ્રયાન-3થી છે દુનિયાને આશા

Megha

Last Updated: 03:25 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Luna-25 Crash: રશિયાના સ્પેસ મિશન માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રવિવારે રશિયાનું લુના-25 અવકાશયાન ચંદ્ર સાથે અથડાઇને ક્રેશ થઈ ગયું છે. આવતીકાલે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું.

  • રશિયાના મિશન મૂનને લઈને મોટા સમાચાર સામે આવ્યા
  • રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થઈ ગયું છે
  • શનિવારે Luna-25માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી

Russia's Luna-25 has crashed: અંતરીક્ષમાં મોકલેલા રશિયાના મિશન મૂનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે રશિયાનું લુના-25 અવકાશયાન અનિયંત્રિત ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કર્યા બાદ ચંદ્ર સાથે ટકરાઇને ક્રેશ થઈ ગયું છે. આ પહેલા શનિવારે એવા સમાચાર આવ્યા હતા કે રશિયાના મૂન-મિશન લુના-25માં લેન્ડિંગ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. નોંધનીય છે કે લુના-25 અવકાશયાનનું 21 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થવાનું હતું. 

લુના-25 અવકાશયાન ચંદ્ર પર ક્રેશ થયું
માનવરહિત અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, પરંતુ પ્રી-લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં પ્રવેશતી વખતે કેટલીક સમસ્યાઓનો સામનો કર્યા બાદ તે ક્રેશ થયું હતું. રશિયન સ્પેસ એજન્સી roscosmos એ જણાવ્યું કે રશિયાનું લુના-25 અવકાશયાન ચંદ્ર પર ક્રેશ થયું છે. જણાવી દઈએ કે લુના-25ના લેન્ડર પર લાગેલા કેમેરા પહેલા જ પૃથ્વીથી ચંદ્રની દૂરની તસવીરો લઈ ચૂક્યા હતા. 

47 વર્ષ બાદ રશિયાએ મોકલ્યું હતું મૂન મિશન
લગભગ 47 વર્ષ બાદ રશિયાએ ચંદ્ર પર પોતાનું મૂન મિશન મોકલ્યું હતું. લુના-25 લેન્ડર મિશન 11 ઓગસ્ટના રોજ સવારે 4.40 વાગ્યે અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ Soyuz 2.1b રોકેટથી કરવામાં આવ્યું હતું. તેને લુના ગ્લોબ મિશન પણ કહેવામાં આવે છે. આ રોકેટ લગભગ 46.3 મીટર લાંબુ છે. તેનો વ્યાસ 10.3 મીટર છે. તેનું વજન 313 ટન છે.

લુના-25 શું ચંદ્ર પર પહોંચી શું કરવાનું હતું ? 
લુના-25 લેન્ડ થયા બાદ  ચંદ્રની સપાટી પર કામ કરવાનું હતું. તેનું વજન 1.8 ટન હતું અને તેમાં 31KGના વૈજ્ઞાનિક સાધનો  પણ હતા. સાથે જ તેમાં ખાસ ઉપકરણ પણ સ્થાપિત કરવામાં આવ્યું  હતું જે સપાટીના 6 ઇંચ ખોદકામ કરીને પથ્થર અને માટીના નમૂના એકત્રિત કરવાનું હતું જેથી ચંદ્ર પર થીજી ગયેલા પાણીને શોધી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ