બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Russian President Putin will not personally attend G20 summit in India, might get arrested

વિશ્વ / G20 શિખર સંમલેનમાં ભારત નહીં આવે મિત્ર દેશ રશિયાના રાષ્ટ્રપતિ, જાણો કેમ ડરી ગયા પુતિન ?

Vaidehi

Last Updated: 05:56 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં સપ્ટેમ્બરમાં થનારાં G20 સમિટમાં જોડાશે નહીં. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે યુદ્ધનો આરોપ મૂકી અરેસ્ટ વૉરંટ ફટકાર્યો ફટકાર્યો હતો.

  • રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિન G20 સમિટમાં નહીં જોડાય
  • આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે ફટકાર્યો છે અરેસ્ટ વૉરંટ
  • બ્રિક્સ સમ્મેલનમાં પણ વ્યક્તિગતરૂપે નહોતા જોડાયા

G20 Summit: રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં સપ્ટેમ્બરમાં થનારાં G20 શિખર સમ્મેલનમાં વ્યક્તિગતરૂપે નહીં જોડાઈ શકે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે પુતિન પર યૂક્રેનમાં યુદ્ધનાં અપરાધોનો આરોપ લગાડીને અરેસ્ટ વૉરંટ જારી કર્યો છે. તેનો અર્થ છે કે વિદેશયાત્રા કરતાં સમયે તેમની ધરપકડ થઈ શકે છે. પુતિન બ્રિક્સ સમ્મેલનમાં પણ વીડિયો કોન્ફેરેન્સથી જોડાયા હતાં.

ICCએ ફટકાર્યો અરેસ્ટ વૉરંટ
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન પર યૂક્રેનમાં યુદ્ધનાં અપરાધઓનો આરોપ મૂકતાં તેમને અરેસ્ટ વૉરંટ ફટકાર્યો છે. ક્રેમલિનની પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ વાતની જાણકારી શુક્રવારે આપી હતી.

બ્રિક્સ સમ્મેલનમાં પણ ન થયાં શામેલ
જોહાનિસબર્ગમાં હાલમાં જ સમાપ્ત થયેલ 15માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં પુતિન વ્યક્તિગતરૂપે નહોતાં જોડાયા. તેમનું પ્રતિનિધિત્વ રશિયાનાં વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કર્યું. રાષ્ટ્રપતિ પુતિને કોવિડ-19 બાદ થયેલ પ્રથમ પ્રત્યક્ષ બ્રિક્સ સમ્મેલનમાં ન જોડાવાનો નિર્ણય કર્યો હતો કારણકે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે યૂક્રેની બાળકોને રશિયામાં નિર્વાસિત કરવાની એક કથિત યોજનાને લઈને માર્ચમાં તેમની સામે અરેસ્ટ વૉરંટ જારી કર્યો હતો.

પશ્ચિમી દેશો પર હુમલો
પુતિને બ્રિક્સ નેતાઓની બેઠકને સંબોધિત કરતાં કહ્યું કે પશ્ચિમી દેશોએ યૂક્રેનનાં ડોનબાસ ક્ષેત્રમાં રહેનારા લોકોની સામે યુદ્ધ શરૂ કર્યું છે. રશિયા એ યુદ્ધને સમાપ્ત કરવા ઈચ્છે છે. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશ દુનિયામાં પોતાનું આધિપત્ય જમાવવા ઈચ્છે છે. તેમની આ ઈચ્છાને કારણે યૂક્રેનમાં ગંભીર સંકટ પેદા થઈ ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ