બ્રેકિંગ ન્યુઝ
Mayur
Last Updated: 02:23 PM, 15 July 2021
ADVERTISEMENT
હીંચકે ઝૂલવું પડ્યું ભારે...
હીંચકે ઝૂલવું કોને પસંદ ન હોય? બાળપણમાં લગભગ આપણે બધા હીંચકે ઝૂલ્યા જ હોઈએ. ઘણા લોકો તો હીંચકતા હીંચકતા પડ્યા પણ હશે. પણ વિચાર કરો કે જો તમને પહાડ પરથી હીંચકા પર બેસાડીને પાછળથી ધક્કો મારવામાં આવે તો? રશિયાનો આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
ADVERTISEMENT
Moment two women fell off a 6000-Ft cliff swing over the Sulak Canyon in Dagestan, Russia.
— UncleRandom (@Random_Uncle_UK) July 14, 2021
Both women landed on a narrow decking platform under the edge of the cliff & miraculously survived with minor scratches.
Police have launched an investigation. pic.twitter.com/oIO9Cfk0Bx
આ વિડિયોમાં બે યુવતીઓ કોઈ અજ્ઞાત પર્વતના કિનારે હીંચકો ખાતી જોવા મળે છે. પાછળથી એક યુવક હીંચકાને જોર જોરથી ધક્કો મારી રહ્યો છે. બંને યુવતીઓ હજુ આ રોમાંચક આનંદ લઈ જ રહી હતી કે અચાનક એવું બને છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય!
6300 ફૂટ જેટલી ઊંચાઈથી હીંચકો અચાનક તૂટી પડે છે. આ બંને યુવતીઓ લપસી પડે છે એક સાંકડા પ્લેટફોર્મ પર જઈને પડે છે. અધિકારીઓના કહેવા અનુસાર બંને યુવતીઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ બંને યુવતીઓ હાલ ખૂબ જ ડરી ગયેલી છે. રશિયન સમાચારપત્ર કોમસોમોલસ્કાયા પ્રવડા ના અધિકારી કહ્યું હતું કે બંનેને નાનકડી ઇજાઓ થઈ હતી.
તપાસ માટે આદેશ
ભવિષ્યમાં આ આ પ્રકારની ઘટના ન બને તે માટે પર્યટન મંત્રાલય દ્વારા પગલાં લેવાની બાંહેધરી આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.