બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / russia ukraine war ukrainians forced to flee romania poland refugees

Ukraine crisis / જંગની વચ્ચે હજારો લોકો કરી રહ્યા છે યુક્રેનમાંથી પલાયન, આશરો શોધવા રસ્તા પર ભટકી રહ્યા છે માસૂમ બાળકો

Pravin

Last Updated: 06:31 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેનમાં ખૂની જંગ ચાલી રહ્યો છે. આ તમામની વચ્ચે યુક્રેનમાંથી લોકો પલાયન કરી રહ્યા છે. હજારો યુક્રેની લોકો પોતાના ઘરબાર છોડીને પશ્ચિમી સરહદથી અડીને આવેલા પાડોશી દેશોમાં શરણ લેવા પહોંચી રહ્યા છે.

  • રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે જંગ
  • સૈંકડો લોકોએ યુક્રેન દેશ છોડ્યો
  • નાના બાળકો અને મહિલાઓ રસ્તા પર રઝળ્યાં

રશિયા અને યુક્રેનમાં ખૂની જંગ ચાલી રહ્યો છે. આ તમામની વચ્ચે યુક્રેનમાંથી લોકો પલાયન કરી રહ્યા છે. હજારો યુક્રેની લોકો પોતાના ઘરબાર છોડીને પશ્ચિમી સરહદથી અડીને આવેલા પાડોશી દેશોમાં શરણ લેવા પહોંચી રહ્યા છે. જંગથી ભયભીત અને લાચાર લોકોની આંખોમાં આંસૂ, પલાયન કરવામાં બાળકો પણ સામેલ છે. તકલીફ એ છે કે, નાના નાના બાળકો સાથે ફક્ત તેમની માત છે, કારણ કે, પિતાને તો યુક્રેન સરાકરે દેશ છોડવાની મંજૂરી આપી નથી. રશિયા તરફથી આક્રમણ વધ્યા બાદ યુક્રેનના લોકોનું પલાયન કરવું ખૂબ જ દુ:ખદાયી છે. યુદ્ધની વચ્ચે ડરના કારણે યુક્રેનથી લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર બન્યા છે. 

 

જંગની વચ્ચે યુક્રેનથી પલાયન કરી રહ્યા છે લોકો

યુક્રેનમાંથી હજારોની સંખ્યામાં લોકો પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે અને પડોશી દેશોમાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે. પોલેન્ડ, હંગેરી, રોમાનિયા અથવા મોલડોવા બોર્ડર પાર કરીને યુક્રેનના સૈંકડો શરણાર્થી મોલડોવામાં પ્રવેશી રહ્યા છે. કેટલાય લોકો બસ અથવા તો કારથી પહોંચી રહ્યા છે. કેટલાય લોકો રસ્તા પર નાના નાના બાળકો લઈને ભટકી રહ્યા છે. સૌની આંખોમાં ઝળઝળીયા છે. અચાનક આવી પડેલી ઉપાધીથી પોતાનું વતન છોડ્યાનું દુ:ખ સૌ કોઈમાં જોવા મળે છે. બધાં નાના બાળકો અને મહિલાઓે છે. યુક્રેન સરકારે 18થી 60 વર્ષના પુરુષોને દેશ છોડવાની ના પાડી છે. મોલડોવા સરકારે માનવીય આધાર પર આ લોકોને પોતાની સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. સાથે જ મદદનું આશ્વાસન પણ આપ્યું છે. 

જ્યાં ત્યાં આશરો શોધવા રસ્તા પર ભટકી રહ્યા છે નાના બાળકો

રોમાનિયામાં પણ રસ્તા પર નાના નાના બાળકો સાથે રડતી મહિલાઓ અન્ય દેશમાં આશરો ખોળી રહી છે. આ શરણાર્થીઓ માટે ખુલ્લા મેદાનમાં ટેંટ લગાવામાં આવી રહ્યા છે. ખાવા પીવાની વ્યવસ્થા કરવામા આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર 24 કલાકમાં 10 હજારથી વધારે લોકો રોમાનિયાની સરહદમાં પ્રવેશ્યા છે. તો વળી યુક્રેનથી લોકો પોલેન્ડ પણ પહોંચી રહ્યા છે. અમુક લોકો ટ્રેન દ્વારા દક્ષિણપૂર્વી રોમાનિયાના જેસીમલ શહેરમાં પહોંચ્યા છે. રડતી મહિલાએ જણાવ્યું કે, પુરુષોને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. કારણ કે, યુક્રેનની જેલેંસ્કી સરાકરે 18-60 વર્ષના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધો લગાવી દીધા છે. આપને જણાવી દઈએ કે, રશિયા તરફથી સતત હુમલાઓ બાદ ભારે દહેશતભર્યો માહોલ છવાયો છે. આ હુમલામાં કેટલાય લોકોના જીવ પણ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ