બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Russia ready to end war: Putin said enemy must understand this

મોટા સમાચાર / યુદ્ધ ખતમ કરવા તૈયાર રશિયા: પુતિને કહ્યું દુશ્મને સમજવી પડશે આ વાત

Priyakant

Last Updated: 03:13 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની યુએસ મુલાકાત બાદ પુતિને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે,આ સંઘર્ષનો અંત લાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય

  • યુક્રેન સાથેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા રશિયાના રાષ્ટ્રપતિનું નિવેદન 
  • રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું તેઓ ટૂંક સમયમાં યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે
  • ગમે તે રસ્તો હોય, તમામ સંઘર્ષોનો અંત આવે,  દુશ્મનને આ વાત જેટલી જલ્દી સમજાય તેટલું સારું: પુતિન 

યુક્રેન સાથેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે જાહેરાત કરી છે કે, તેઓ ટૂંક સમયમાં યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની યુએસ મુલાકાત બાદ પુતિને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે,આ સંઘર્ષનો અંત લાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમે આ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને કરતા રહીશું.

પુતિને કહ્યું કે, ગમે તે રસ્તો હોય, તમામ સંઘર્ષોનો અંત આવે છે. આપણા દુશ્મનને આ વાત જેટલી જલ્દી સમજાય તેટલું સારું. પુતિને જાહેરમાં યુક્રેનની વિશેષ સૈન્ય કાર્યવાહીને પ્રથમ વખત યુદ્ધ ગણાવ્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેણે અમેરિકા પર આરોપ લગાવ્યો કે, તે રશિયાને નબળા કરવા માટે યુક્રેનનો ઉપયોગ કરી રહ્યો છે.

અમેરિકાએ તાજેતરમાં એક જાહેરાત કરી છે કે, તે યુક્રેનને 15,000 કરોડ રૂપિયાની સહાય આપશે. જેમાં અમેરિકા તરફથી યુક્રેનને પેટ્રિઅટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ આપવામાં આવશે. પુતિને આ અંગે નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે,આનાથી યુદ્ધ પર કોઈ ખાસ અસર નહીં પડે. રશિયા તેની સાથે વ્યવહાર કરવા માટે ચોક્કસપણે કોઈ રસ્તો શોધી લેશે. જેઓ યુક્રેનને આવી મદદ કરી રહ્યા છે તેઓ આ સંઘર્ષને આગળ વધારી રહ્યા છે.

આ તરફ ઝેલેન્સકીએ કહ્યું કે, તેમની પાસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોકલવા માટે કોઈ સંદેશ નથી. ઝેલેન્સકીએ કહ્યું, અમારા જીવનનો નાશ કર્યા પછી હું તેમને કેવો સંદેશ મોકલી શકું ? તેઓ આપણને નષ્ટ કરી રહ્યા છે. રશિયાને લોકો સામે, યુરોપ સામે અને મુક્ત વિશ્વ સામે જવાબદાર ઠેરવવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ