ન્યૂઝ અપડેટ્સ
રશિયાની કોવિડ વેક્સીન Gam-Covid-Vac Lyo (ગેમ-કોવિડ-વેક-લિયો)ને રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડિમોયોલજી એન્ડ માઇક્રોબાયલોજીને મળીને તૈયાર કરી છે. દાવો છે કે આ દુનિયાની પહેલી કોવિડ-19 કોરોના વાયરસ વેક્સીન છે.
ADVERTISEMENT
રશિયામાં એવી વાતો ચાલી રહી છે કે આ વેક્સીનનું સપ્ટેમ્બરમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવશે. ઓક્ટોબર સુધીમાં લોકો સુધી પહોંચાડવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ રશિયાની આ વેક્સીન પર WHO સહિત કેટલાંક નિષ્ણાંતોએ સવાલ ઉઠાવ્યાં છે.
WHO નિષ્ણાંતે ચેતવણી આફી છે કે જે લોકોમાં એંટી બોડીઝ બની રહ્યાં છે, તેના માટે આ વેક્સીન ખતરનાક સાબિત થઇ શકે છે. રશિયાના સંક્રામક રોગ નિષ્ણાંત એલેકઝેંડર શેપરનોવે વેક્સીનના ટ્રાયલના ડેટા અને માહિતી ન આપવા પર સવાલ ઉભા કર્યાં છે.
ADVERTISEMENT
જ્યારે WHOને રશિયાના ત્રીજા તબક્કા પર શક છે. WHOના પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમિયરએ જણાવ્યું છે કે જો ત્રીજો તબક્કાનું ટ્રાયલ કર્યા વગર જો વેક્સીનને લાયસન્સ આપવામાં આવ્યું હોય તો આ સૌથી વધુ ભયંકર (ખતરનાક) માનવું જોઇએ.
WHOએ કહ્યું છે કે રશિયાએ વેક્સીન બનાવા માટે નિયમોનું પાલન કર્યું નથી. એવામાં આ વેક્સીન પર ભરોસો કરવો મુશ્કેલ છે. WHOએ વેબસાઇટ પર ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઇ રહેલી 25 વેક્સીનની યાદી મુકી છે. 139 વેક્સીન હાલમાં પણ પ્રી-ક્લીનિકલ તબક્કામાં છે.
ADVERTISEMENT
ગામલેયા નેશનલ રિસર્ચ સેન્ટરના નિદેશક એલેકઝેંડર ગિંટસબર્ગનું કહેવું છે કે અમે કોરોનાનો જે કણ વેક્સીનના ઉપયોગમાં લીધો છે, તે શરીરને નુકસાન પહોંચાડતો નથી. આ કણ શરીરમાં પોતાની સંખ્યા વધારતા નથી. વેક્સીન લગાવ્યાં બાદ કેટલાંક લોકોના શરીરમાં તાવ આવી શકે છે, જો કે આવું ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થવાના કારણે થતું હોય છે. પરંતુ પેરાસિટામોલથી તેની સાઇડઇફેક્ટને ખત્મ કરી શકાય છે.
રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની જે વેક્સીન તૈયારી કરી છે તે ક્લીનીકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. ટ્રાયલના રિપોર્ટ અનુસાર જે વોલંટિયર્સને રસી આપવામાં આવી તેઓમાં વાયરસ સામે ઇમ્યૂનિટિ વિકસિત થઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.