બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અંતરિક્ષની યાત્રાએ જશે ભારતીય મૂળના અનિલ મેનન, NASAના આ મિશન માટે 14 જુલાઈએ ભરશે ઉડાન

ભારતનું ગૌરવ / અંતરિક્ષની યાત્રાએ જશે ભારતીય મૂળના અનિલ મેનન, NASAના આ મિશન માટે 14 જુલાઈએ ભરશે ઉડાન

Pravin Joshi

Last Updated: 06:34 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન આગામી 14 જૂલાઈના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે ઉડાન ભરશે. તેઓ કઝાકિસ્તાનથી રવાના થઈને 8 મહિનાના લાંબા મિશન પર સ્પેસમાં વિજ્ઞાનના મહત્વના પ્રયોગો કરશે.

અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતીય મૂળના લોકો વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આ જ કડીમાં વધુ એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી અનિલ મેનન (Anil Menon) આગામી 14 જૂલાઈના રોજ કઝાકિસ્તાનના બૈકોનુર કાસ્મોડ્રોમ ખાતેથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે પોતાની ઐતિહાસિક સફર શરૂ કરશે. તેઓ ત્યાં 8 મહિનાના લાંબા સ્પેસ મિશન પર સમય વિતાવશે.

કોણ છે અનિલ મેનન?

અમેરિકાના મિનીઆપોલિસમાં યુક્રેનિયન અને ભારતીય મૂળના માતા-પિતાના ઘરે જન્મેલા 49 વર્ષીય અનિલ મેનન બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ પ્રોફેશનથી એક ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન (ડોક્ટર) છે અને અમેરિકી સ્પેસ ફોર્સમાં કનલના હોદ્દા પર કાર્યરત છે. તેમની કારકિર્દી અત્યંત રોમાંચક અને સાહસિક રહી છે. યુએસ એરફોર્સમાં સેવા આપતી વખતે તેમણે 'ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ' હેઠળ અફઘાનિસ્તાનમાં ફ્રન્ટલાઈન પર તબીબી સેવાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે હિમાલયન રેસ્ક્યુ એસોસિએશન સાથે જોડાઈને પહાડો પર બચાવ કાર્યોમાં પણ ભાગ લીધો હતો. ભારત સાથે પણ તેમનો ઊંડો સંબંધ રહ્યો છે; તેઓ રોટરી એમ્બેસેડરિયલ સ્કોલર તરીકે ભારતમાં 1 વર્ષ વિતાવી ચૂક્યા છે, જ્યાં તેમણે પોલિયો રસીકરણ અભિયાનોનો અભ્યાસ કર્યો હતો અને તેમાં સક્રિય સહયોગ આપ્યો હતો.

didha - 2026-07-10T183343.255

સ્પેસ સ્ટેશન પર શું કરશે પ્રયોગો?

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પોતાના 8 મહિનાના રોકાણ દરમિયાન, ડો. અનિલ મેનન લાંબા સમય સુધી ચાલતી અંતરિક્ષ યાત્રાની માનવ શરીર પર થતી શારીરિક અસરોનો ઊંડો અભ્યાસ કરશે. આ અંતર્ગત તેઓ ખાસ પ્રયોગો હાથ ધરશે કે કેવી રીતે માઇક્રોગ્રેવિટી સ્પેસમાં રહેતા અંતરિક્ષ યાત્રીઓના શરીરમાં લોહીના પ્રવાહ, નસોની આંતરિક બનાવટ અને લોહીના બંધારણને પ્રભાવિત કરે છે. આ અભ્યાસ ભવિષ્યના લાંબા ગાળાના મંગળ અને ચંદ્ર મિશનો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

નાસા અને સ્પેસએક્સ સાથેનો સફર

અનિલ મેનને વર્ષ 2014 માં અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) માં એક ફ્લાઇટ સર્જન તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જ્યાં તેઓ સ્પેસ સ્ટેશન પર રહેતા એસ્ટ્રોનોટ્સના સ્વાસ્થ્યની દેખરેખ રાખતા હતા. ત્યારબાદ 2018 માં તેઓ એલન મસ્કની કંપની સ્પેસએક્સમાં જોડાયા, જ્યાં તેમણે કંપનીનો પ્રથમ મેડિકલ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. તેમણે સ્પેસએક્સના પ્રથમ માનવ સ્પેસ મિશનની તૈયારીઓમાં મદદ કરી હતી અને 'સ્ટારશિપ' રોકેટના વિકાસ પ્રોજેક્ટ પર ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. ડિસેમ્બર 2021 માં નાસા દ્વારા સત્તાવાર રીતે એસ્ટ્રોનોટ (અંતરિક્ષ યાત્રી) તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, અનિલ મેનની પત્ની એના વિલ્હેમ પણ એક અંતરિક્ષ યાત્રી છે.

આ પણ વાંચોઃ IMDની ચેતવણી: ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનનું જોખમ

કોની સાથે કરશે યાત્રા?

પોતાના આ મિશન માટે અનિલ મેનન રશિયન સ્પેસ એજન્સીના કોસ્મોનોટ્સ પ્યોત્ર ડુબ્રોવ (Pyotr Dubrov) અને અન્ના કિકિના (Anna Kikina) ની સાથે રોસ્કોસ્મોસ સોયુઝ MS-29 (Roscosmos Soyuz MS-29) સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરિક્ષની સફર ખેડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NASA AnilMenon IndianInSpace
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ