બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rupala protests continue to be seen in the rural areas of Surat

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલાનો વિરોધ યથાવત, સુરતમાં યુવાનોએ કર્યો હોબાળો તો જામનગરની સભામાં બહેનોએ ઉલાળી ખુરશીઓ

Published By: Dinesh Chaudhary

Last Updated: 09:12 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LOKSABHA ELECTIONS 2024: સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાલાનો વિરોધ યથાવાત જોવા મળી રહ્યો છે. સેવણી ગામે ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ ચાલુ સભામાં દરમિયાન હોબાળો મચાવ્યો હતો

રાજકોટ ચૂંટણી જંગ હવે વિવાદનો જંગ બની ગયું હોય તેવું લાગે છે. કેમ કે રૂપાલ અને ક્ષત્રિયનો વિવાદ હજુ પણ યથાવત છે. વિવાદિત નિવેદનથી રાજપૂતોની આંખમાં ખૂંચતા રુપાલા ટિકિટ પાછી ખેંચવા તૈયાર નથી. ત્યારે હવે કોંગ્રેસના જાયન્ટ કિલર પરેશ ધાનાણીએ રુપાલા પાછીપાણી ન કરે તો ચૂંટણી મેદાને ઉતરવાની તૈયારી દર્શાવી છે. તો ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ અકબંધ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર થયા છે તો બીજી તરફ જામનગર શહેરમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

સેવણી ગામે રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરાયા
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાલાનો વિરોધ યથાવાત જોવા મળી રહ્યો છે. સેવણી ગામે ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ ચાલુ સભામાં દરમિયાન હોબાળો મચાવ્યો હતો. પરષોતમ રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે હોદ્દેદારોએ ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગરમાં ક્ષત્રિય સમાજની બહેનોનો વિરોધ
જામનગર શહેરમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. શહેર ભાજપના કાર્યક્રમ ક્ષિત્રય સમાજની બહેનોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વુલનમિલ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ શરુ થાય તે પહેલા ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખુરશીઓ ઉછાળી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.


 

સંકળાયેલા મુદ્દાઓ

LOKSABHA ELECTIONS 2024 Parashottam Rupala Controversy elections 2024 પરષોત્તમ રૂપાલા વિવાદ લોકસભા ચૂંટણી 2024 LOKSABHA ELECTIONS 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ