બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Running in Delhi till 3:20 am for 400 pars, PM Modi gave final message in the meeting

લોકસભા ચૂંટણી 2024 / 400 પાર માટે રાતના 3:20 કલાક સુધી દિલ્હીમાં દોડધામ, બેઠકમાં PM મોદીએ લગાવી અંતિમ મહોર, જાણો પ્લાનિંગ

Priyakant

Last Updated: 12:20 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: સૂત્રોનું માનીએ તો CECની બેઠકમાં 16 રાજ્યોના ઘણા ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી, એક ચર્ચા એવી પણ છે કે, ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો હરકતમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે ભાજપમાં બેઠકોની દોર શરૂ થયો અને ઉમેદવારોના નામને લઈ મહામંથન ચાલી રહ્યું છે. વાત જાણે એમ છે કે, ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) ની બેઠક ગઇકાલે રાત્રે લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી અને 03:20 સુધી ચાલી હતી. એટલે કે સાડા ચાર કલાક સુધી આ બેઠકમાં મંથન ચાલ્યું હતું. સૂત્રોનું માનીએ તો CECની બેઠકમાં 16 રાજ્યોના ઘણા ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે. તો વળી એક ચર્ચા એવી પણ છે કે, ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

ભારતીય જનતા પાર્ટીની સાડા ચાર કલાક ચાલેલી આ બેઠકમાં દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના ઉમેદવારો પર મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લગભગ 25 મિનિટ સુધી યુપીના ઉમેદવારો સાથે ચર્ચા કરી. યુપી બાદ હવે પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ 42 બેઠકો પર ચર્ચા થઈ છે. આ પછી બેઠકમાં છત્તીસગઢની તમામ લોકસભા સીટો પર ચર્ચા કરવામાં આવી હતી. હવે એવું સામે આવ્યું છે કે, ભાજપ આજે છત્તીસગઢની ચાર લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

ભારતીય જનતા પાર્ટીની CEC બેઠકમાં તેલંગાણાના ઉમેદવારો પર પણ ચર્ચા થઈ હતી. એક વાત એવી પણ છે કે, ભાજપ આ વખતે ફરી 3 વર્તમાન સાંસદોને ટિકિટ આપી શકે છે. આ પછી પશ્ચિમ બંગાળ અને કેરળની તમામ સીટો પર ચર્ચા થઈ. આજે આ બેઠકોમાંથી 5-6 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતા છે. આ બેઠકમાં રાજસ્થાનની બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બંને ડેપ્યુટી CM હાજર હતા. જમ્મુ-કાશ્મીરમાં માત્ર જમ્મુ ક્ષેત્રની બેઠકો પર ચર્ચા થઈ હતી. પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના ચૂંટણી લડવા અંગે ચર્ચા થઈ હતી. રૈના રાજૌરી અનંતનાગ સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

આ લોકસભા સીટ માટે ખાસ રણનીતિ 
આ તરફ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મધ્યપ્રદેશની તમામ બેઠકો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર છિંદવાડાને લઈને ખાસ રણનીતિ બનાવવામાં આવી હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશના CM મોહન યાદવ ઉપરાંત પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ, કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. ગુજરાત અંગેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાતની તમામ બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં મોડીરાત સુધી આ 16 રાજ્યોના ઉમેદવારોની ચર્ચા 
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા જે 16 રાજ્યોના લોકસભા ઉમેદવારો પર વિચાર મંથન કરવામાં આવ્યું હતું તેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગાણા, કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, ઉત્તરાખંડ, આસામ, ગોવા, દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. જો સૂત્રોનું માનીએ તો આસામના લગભગ 40 ટકા ઉમેદવારો બદલાશે. સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢથી ચૂંટણી લડશે, કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીનું નામ ડિબ્રુગઢથી હટાવી દેવામાં આવ્યું છે. પાર્ટી રામેશ્વર તેલીને રાજ્યસભામાં મોકલી શકે છે. સિલચરથી રાજદીપ રોયની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે.

વધુ વાંચો: ભાજપના 100 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા જ લાગશે મોટો ઝટકો! જાણો પ્રથમ યાદીમાં કયા દિગ્ગજોને ટિકિટ મળે તેવી શક્યતા

હવે જાણીએ કોંગ્રેસનું શું છે પ્લાનિંગ ? 
કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અડધા ડઝનથી વધુ રાજ્યોની સ્ક્રીનિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કેરળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યોમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. માત્ર ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. આવતા અઠવાડિયે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામને મંજૂરી આપવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસની પ્રથમ યાદીમાં 100 ઉમેદવારોના નામ હોઈ શકે છે. આવતા અઠવાડિયે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની પણ બેઠક મળવાની છે. બેઠકમાં યુપી, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ