ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રણ વિકેટે હરાવ્યું. આ IPLમાં બેંગ્લોરની આ પહેલી શાનદારજીત હતી. છેલ્લી મેચમાં તેમને પંજાબના હાથે હારનો સામનો કરવો પડ્યો છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિનેશ કાર્તિક, શેરફેન રધરફોર્ડ અને શાહબાઝ અહેમદની ધમાકેદાર ઇનિંગ્સના આધારે કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટે પછાડી દીધું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 18.5 ઓવરમાં 128 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરમાં રંગ રાખ્યો
તેના જવાબમાં બેંગ્લોરે 19.2 ઓવરમાં સાત વિકેટે લક્ષ્યનો પીછો કરી લીધો હતો. છેલ્લી ઓવરમાં આરસીબીને જીતવા માટે સાત રનની જરૂર હતી. આ પછી દિનેશ કાર્તિકે એક સિક્સર અને એક ફોર ફટકારીને બેંગ્લોરને જીત અપાવી હતી.
ADVERTISEMENT
#IPL2022 | Royal Challengers Bangalore beat Kolkata Knight Riders by 3 wickets
— ANI (@ANI) March 30, 2022
ADVERTISEMENT
RCBએ શરૂઆતમાં 17 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી
અગાઉ 129 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરે એક સમયે 17 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ડેવિડ વિલી અને શેરફેન રધરફોર્ડે 45 રન બનાવ્યા અને રધરફોર્ડ-શાહબાઝ અહેમદે 39 રનની મહત્વની ભાગીદારી કરીને બેંગ્લોરને જીતની નજીક પહોંચાડી દીધી હતી.રધરફોર્ડ 28 રન, વિલી 18 રન અને શાહબાઝ 27 રને આઉટ થયા હતા. ડુ પ્લેસિસની કપ્તાનીમાં બેંગ્લોરની પણ આ પ્રથમ જીત છે. છેલ્લી મેચમાં તેને પંજાબ કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
Self belief has always been there. Feels good to let the ball do the talking! Picture abhi baaki hai… 👊🏼💪🏼
— Mohammed Siraj (@mdsirajofficial) March 30, 2022
@royalchallengersbangalore #IPL2022 #PlayBold pic.twitter.com/EZZTcpOj4i
ADVERTISEMENT
તો કોલકાતાએ આન્દ્રા રસેલના 25 રન અને ઉમેશ યાદવના 18 રનની મદદથી 128 રન બનાવ્યા હતા. રસેલ સિવાય KKRનો કોઈ બેટ્સમેન 20 પ્લસનો સ્કોર કરી શક્યો નહોતો. બેંગ્લોરના વાનિન્દુ હસરંગાએ ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ આકાશ દીપે ત્રણ અને હર્ષલ પટેલને બે વિકેટ મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ