બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / rohit sharma taunt at ravindra jadeja over his repeated no balls in india vs england 3rd test

Sports / યાર જાડેજા, IPLમાં તો તું આવું નથી કરતો...: રોહિત શર્માએ ચાલુ મેચમાં રવીન્દ્ર જાડેજાને મજાકમાં કર્યો ટ્રોલ

Manisha Jogi

Last Updated: 12:40 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. રાજકોટ ટેસ્ટ મેચના બીજા દિવસે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા વિશે એવી કમેન્ટ કરી કે, જે સાંભળીને તમે પણ હસી પડશો.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે
  • રોહિત શર્માએ જાડેજા વિશે કરી કમેન્ટ
  • યાર જાડેજા, IPLમાં તો તું આવું નથી કરતો...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, આ મેચમાં સરફરાજ ખાને ડેબ્યૂ કર્યું છે. સરફરાજ ખાન રન આઉટ થતા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોપી ફેંકીને નિરાશા વ્યક્ત કરી હતી. રાજકોટ ટેસ્ટ મેચના બીજા દિવસે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા વિશે એવી કમેન્ટ કરી કે, જે સાંભળીને તમે પણ હસી પડશો. ટેસ્ટ મેચના અંતિમ સત્રમાં વારંવાર ઓવરસ્ટેપિંગ માટે જાડેજાને નો બોલ આપતા રોહિત શર્માએ ચુટકીલા અંદાજમાં મજા લીધી હતી. 

રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર વિશ્વાસ વ્યક્ત કરીને 29મી ઓવરમાં ઈંગ્લેન્ડના ઓલી પોપ વિરુદ્ધ DRS કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમને પોપની વિકેટ મળતા ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમ પર પ્રેશર નાખવા માટે 30મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાને બોલિંગ કરવા માટે કહ્યું હતું. રોહિત રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનથી નાખુશ જોવા મળ્યા હતા અને બે વાર ઓવરસ્ટેપ કર્યું હતું. 

રોહિત શર્માએ મજાકમાં રવિન્દ્ર જાડેજાના નો-બોલ પર કમેન્ટ કરી હતી અને IPLમાં તેમના ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી કરેલ પ્રદર્શન સાથે સરખામણી કરી હતી. રોહિત શર્માએ મજાકમાં કહ્યું હતું કે, ‘યાર, જાડેજા IPLમાં આટલા નો-બોલ ફેંકતા નથી. T20 ગેમ સમજીને બોલિંગ કરો.’

રવિન્દ્ર જાડેજાએ બીજા દિવસે 4 ઓવરની બોલિંગ કરી પણ એકપણ વિકેટ લઈ શક્યા નહોતા. ઈંગ્લેન્ડના બેટ્સમેન ડકેટ 118 બોલમાં 113 રન કરીને અણનમ રહ્યા, રૂટ 13 બોલમાં 9 રન ફટકારીને અણનમ રહ્યા. ડકેટની શાનદાર બેટીંગથી ઈંગ્લેન્ડ 35 ઓવરમાં 207 રન પર પહોંચી ગયું છે. 

વધુ વાંચો: રાજકોટમાં ટેસ્ટ મેચ છોડીને કેમ અચાનક જ બહાર થયો અશ્વિન? BCCIએ જુઓ શું કહ્યું

ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી છે, જેથી ભારતે કુલ 445 રન કરી લીધા છે. રોહિતે ભારતીય ટીમ માટે સૌથી વધુ 131 રન કર્યા છે અને શાનદાર ઈનિંગ રમી છે. રવિચંદ્રન અશ્વિનની માતાની તબિયત ખરાબ હોવાને કારણે હાલમાં ટેસ્ટ મેચમાંથી બહાર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

India vs England Ravindra Jadeja Rohit Sharma ravindra jadeja no ball rohit taunt at jadeja જાડેજા નો બોલ ભારત ઈંગ્લેન્ડ મેચ રાજકોટ ટેસ્ટ મેચ રોહિત શર્મા Sports News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ