બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit-Dravid's decision stirs uproar: The replacement of the cricketer who scored a double century, will give this player a chance

ક્રિકેટ / રોહિત-દ્રવિડના એક નિર્ણયથી મચ્યો ખળભળાટ: ડબલ સેન્ચ્યુરી કરીને ધમાકો કરનાર ક્રિકેટરની બદલી જગ્યા, આપશે આ ખેલાડીને ચાન્સ

Vishal Khamar

Last Updated: 11:46 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમ માટે વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ છે. આ પ્રવાસ દરમ્યાન રમાનારી ટેસ્ટ શ્રેણી પર ઘણું બધું આધારીત છે. પહેલી ટેસ્ટ મેચ પહેલા કેપ્ટને કંઈક એવા સંકેત આપ્યા છે જેનાથી ખળભળાટ મચી જશે.

  • ભારતીય ક્રિકેટ ટીમ માટે વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ મહત્વનો
  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ સીરીઝનો થશે પ્રારંભ
  • પહેલી ટેસ્ટ મેચ પહેલા કેપ્ટન રોહિત શર્મા દ્વારા ફેરફાર કરાયો

 ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ 12 જુલાઈ એટલે કે આવતીકાલથી  ટેસ્ટ સીરીઝ શરૂ થવા જઈ રહી છે. આ મેચને લઈને બંને ટીમો એકદમ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની હારને ભુલીને મેદાન પર ઉતરવાની તૈયારીમાં છે. ત્યારે મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડ તેમજ કેપ્ટન રોહિત શર્માંનો એક ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. 

વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસ પર ભારતીય ટીમનાં શાનદાર ઓપનીંગ બેટ્સમેન શુભમન ગિલે પોતાનું સ્થાન ખોવું પડશે. ત્યારે ફેરફારનો સંકેત આપતા કેપ્ટન રોહિત શર્માએ આ વાતની સ્પષ્ટતા કરી છે કે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં યશસ્વી જયસ્વાલનું ઓપનીંગ બેટ્સમેન તરીકે જવાનું નક્કી છે. ત્યારે યશસ્વી જયસ્વાલને  મેચની શરૂઆત કરવાની તક મળશે. તેમજ ઓપનિંગમાં અત્યાર સુધી સારુ પ્રદર્શન કરનાર શુભમન ગિલ ત્રીજા નંબરે બેટીંગ કરશે. 

શુભમન ગિલે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓપનીંગ બેટ્સમેન તરીકે ત્રણેય ફોર્મેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. ટેસ્ટમાં સદીની શરૂઆતો થયા બાદ શુભમન ગિલે વન ડે ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી હતી. ત્યા બાદ ફરી T20 ક્રિકેટમાં પણ શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલનાં આ શાનદાર પ્રદર્શન બાદ પણ તેને સેટ થઈ ગયેલી જગ્યા પરથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

ભારતીય ટીમનાં યુવાન ઓપનીંગ બેટ્સમેન શુભમન ગિલે પાછળની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે 23 વર્ષની ઉંમરમાં 7 મી સદી ફટકારી હતી. અમદાવાદમાં ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ગિલે ધુંઆધાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. 23 વર્ષીય ગિલે 7 આંતરરાષ્ટ્રીય સદી ફટકારતા 6 સદી ફટકારી યુવરાજસિંહને પાછળ કરી દીધા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ