હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કરતી જોવા મળી રહી છે.
મેચમાં CSKએ GTને 5 વિકેટથી માત આપી હતી
ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી
રિવાબાએ પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા
IPL 2023ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ છે. આ મેચમાં CSKએ GTને 5 વિકેટથી માત આપી હતી. CSKએ આ જીતની સાથે તેમની ટીમે 5મી વખત IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. CSKની જીત પાછળ શ્રેય રવીન્દ્ર જાડેજાને જાય છે. પોતાની ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી છે. જાડેજાએ આઈપીએલ 2023 ફાઈનલના છેલ્લા બે બોલમાં દસ રન ફટકારીને CSK માટે ટ્રોફી જીતી હતી.
રિવાબાએ પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા
આ જીત બાદ ધોનીએ જાડેજાને પોતાના ખોળામાં ઊંચક્યો છે, જ્યારે આ જીત બાદ જાડેજા અને તેની પત્ની રીવાબાને ગળે લગાવતાની તસવીર પણ સામે આવી છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કરતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે ચેન્નાઈની જીત બાદ રિવાબા દોડતી મેદાન પર પતિ રવિન્દ્ર જાડેજા પાસે પહોંચે છે અને પહેલા તેના પગને સ્પર્શ કરે છે, ત્યારબાદ તેની દીકરી પણ તેની પાસે આવે છે.
— Parikshit Singh Pratihar (@Pratihar_07) May 30, 2023
રીવાબાનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 30, 2023
પત્ની રિવાબા એ જાડેજાને ગળે લગાવ્યો
જીત બાદ રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો અને ત્યાં ઉભેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ગળે લગાવ્યો. જાડેજાના પત્ની રિવાબા પણ સ્ટેડિયમમાં હાજર હતા. જાડેજાએ વિનિંગ ફોર ફટકારતા જ તે ભાવુક થઈ ગયો હતો અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. આ પછી તે મેદાન પર આવી અને જાડેજાને ગળે લગાવ્યા હતા. હાલ તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
ફાઈનલ પછીની કેટલીક એવી તસવીરો પણ સામે આવી છે, જેમાં ધોની સામે પડતાં જ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
છેલ્લી ઓવરમાં જાડેજાએ બનાવ્યું ચેન્નાઈને ચેમ્પિયન
ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે અંબાતી રાયડુ અને ધોની એક જ ઓવરમાં આઉટ થયા ત્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતે મેચ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. પરંતુ અંતે બેટિંગ કરવા આવ્યો રવીન્દ્ર જાડેજા. ચેન્નાઈને 6 બોલમાં 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં બે બોલમાં 1 ફોર અને 1 સિક્સ ફટકારીને CSKને 5મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.
જણાવી દઈએ કે IPL 2023 દરમિયાન ઘણી વખત ધોની અને જાડેજા વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધોની અને જાડેજાના હાવભાવથી એવું લાગી રહ્યું હતું કે જાણે બંને વચ્ચે બોલાચાલી થઈ રહી છે. આ પછી જાડેજાએ એક ટ્વીટ કર્યું હતું, જેના પર પત્ની રીવાબાએ પણ કમેન્ટ કરી હતી.