બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ritu nanda daughter of raj kapoor and mother in law of shweta bachchan dies

શોક / રાજ કપૂરની દીકરી અને અમિતાભ બચ્ચનનાં વેવાણનું નિધન

Dharmishtha

Last Updated: 02:13 PM, 14 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્વેતા બચ્ચન નંદાનાં સાસુમાં ઋતુ નંદાનું 71 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીને લીધે મોત નિપજ્યું છે. આ સમાચાર નીતુ કપુર અને રિદ્ધિમાં સાહની કપૂરે સોશિયલ મીડિયા હેંડલનાં માધ્યમથી આ દુઃખદ સમાચાર આપ્યાં હતાં.

  • ઋતુ નંદા ઈશ્યોરેન્સ સર્વિસિસ'નાં ચેર વુમન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતાં
  • અમિતાભ બચ્ચેને શોક વ્યક્ત કર્યો
  • નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર નણંદનાં નિધનનાં આપ્યા સમાચાર

અંતિમ સંસ્કાર દિલ્હીમાં થશે

ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં લગભગ 1.30 વાગે  લોધી રોડ સ્થિત સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. ઋતુ નંદાનાં નિધનના સમાચાર અમિતભ બચ્ચને પણ પોતાનાં બ્લોગ પર શેર કરતાં લખ્યું હતું કે, 'મેરી સમધન, ઋતુ નંદા, શ્વેતાનાં સાસુ માનું આજે સવારે 1.15 વાગે નિધન થયું છે.'

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My dearest may your soul Rest In Peace 🙏💕🌸

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપુરની દીકરી રિદ્ધિમા સાહની કપૂરે કહ્યું આમ

ઋષિ કપુરની દીકરી રિદ્ધિમા સાહની કપૂરે પણ ઋતુ નંદાનાનાં નિધનને લઈને ઈન્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની ફોઈનો ફોટો શેર કર્યો હતો. રિદ્ધિમાં કપૂરે લખ્યુ હતું કે, 'અત્યાર સુધી જેને પણ મળી છું તેમાં સૌથી વધારે દયાળુ વ્યક્તિ હતાં. તે(ઈશ્વર) તમારા જેવા બીજા કોઈને નથી બનાવી રહ્યાં. તમારી આત્માને શાંતિ મળે.

ઋતુ નંદા ઈશ્યોરેન્સ સર્વિસિસ'નાં ચેરવુમન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતાં

ઉલ્લેખનીય છે કે રાજ કપૂરની મોટી દીકરી ઋતુ નંદા 'ઋતુ નંદા ઈશ્યોરેન્સ સર્વિસિસ'નાં ચેરવુમન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતાં. તેઓ ભારતીય જીવન વીમા નિગમ તરફથી બ્રાન્ડ  અને બેસ્ટ ઈશ્યોરન્સ એડવાઈઝર ઓફ ધ ડિકેડના એવોર્ડથી સન્માની થઈ ચુક્યાં હતાં. મહત્વની વાત એ છે કે ઋતુ નંદાએ એક દિવસમાં લગભગ 17 હજાર પેન્શન પોલિસી વેચીને ગિનીજ બુક ઓફ રિકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Raj kapoor ritu nanda ગુજરાતી ન્યૂઝ રાજ કપૂર રિતુ નંદા Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ