બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 PM, 29 December 2025
ભારતમાં આરોગ્ય ક્ષેત્ર સામે એક નવો અને ગંભીર પડકાર ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે. સામાન્ય બીમારીઓ માટે ડોક્ટરની સલાહ વિના દવાઓ લેવાની વધતી પ્રવૃત્તિ હવે જાહેર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહી છે. ખાસ કરીને એન્ટીબાયોટિક્સનો અયોગ્ય અને અતિશય ઉપયોગ દેશને દવા પ્રતિકારક ચેપોની દિશામાં ધકેલી રહ્યો છે, જેના પરિણામો લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આજે શહેરો અને ગામડાઓ બંનેમાં લોકો તાવ, સર્દી કે દુખાવા જેવી સામાન્ય સમસ્યાઓમાં સીધા મેડિકલ સ્ટોર પરથી દવાઓ લઈ રહ્યા છે. પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવાઓ થોડા દિવસોમાં રાહત આપે છે, પરંતુ અંદરખાને જીવાણુઓને વધુ મજબૂત બનાવે છે. આ પ્રક્રિયામાં બેક્ટેરિયા દવાઓ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે, જેના કારણે ભવિષ્યમાં તે જ દવાઓ બેઅસર સાબિત થાય છે.
ADVERTISEMENT
ICMR यानि इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च की हाल ही की एक रिपोर्ट बताती है कि निमोनिया और UTI जैसी बीमारियों में Antibiotic दवाएं कमजोर साबित हो रही हैं। इसका एक बड़ा कारण बिना सोचे-समझे इनका सेवन है। इसलिए मेरा आग्रह है कि Doctors की सलाह के बिना Antibiotics दवाएं ना लें।… pic.twitter.com/X7OzxSIy10
— Narendra Modi (@narendramodi) December 28, 2025
તાજેતરમાં જાહેર આરોગ્ય મંચો પર ચર્ચા દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો આ વલણ પર નિયંત્રણ ન મૂકવામાં આવે તો સામાન્ય ઈન્ફેક્શન પણ જીવલેણ બની શકે છે. સર્જરી, પ્રસૂતિ અથવા નાની ઈજા પછી થતી ચેપોનું સારવાર કરવું મુશ્કેલ બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનજાગૃતિ માટે દવાઓના જવાબદાર ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે, ડોક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક્સ લેવી આપણી અને સમાજની બંનેની સુરક્ષાને જોખમમાં મૂકે છે.
ADVERTISEMENT
ડોક્ટરોનું માનવું છે કે દરેક બીમારી બેક્ટેરિયલ જ હોય એવું નથી. ઘણીવાર વાયરલ ચેપમાં એન્ટીબાયોટિક્સનો કોઈ ફાયદો થતો નથી. છતાં, ઝડપથી સાજા થવાની ઇચ્છામાં લોકો ભારે દવાઓ લઈ લે છે અને થોડું સારું લાગતા જ કોર્સ અધૂરો છોડી દે છે. આ અધૂરો કોર્સ જ દવા પ્રતિકારનું મુખ્ય કારણ બની રહ્યો છે.
વધુ વાંચો : 'મારો પણ રેપ કરાવી દો' દુષ્કર્મના આરોપી કુલદીપ સેંગરની દીકરી બોલી, હેરાનીભર્યું કારણ
ADVERTISEMENT
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને તબીબી સંસ્થાઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે દવા અંતિમ વિકલ્પ હોવો જોઈએ, સરળ ઉપચાર અને યોગ્ય તપાસ પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. નહીં તો આવનારા સમયમાં ભારત માટે દવાઓ બેઅસર થવાની સમસ્યા એક મોટી આરોગ્ય સંકટમાં ફેરવાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.