બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Riots in Madhya Pradesh for The Kerala Story film, The demand for tax free

મનોરંજન / The Kerala Story ફિલ્મને લઈને મધ્યપ્રદેશમાં હંગામો, ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી! ગૃહમંત્રીએ આપ્યો આવો જવાબ

Megha

Last Updated: 04:07 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં, ભાજપ અને હિન્દુવાદી સંગઠનોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મને કરમુક્ત બનાવવાની માંગ કરી છે.

  • મધ્યપ્રદેશમાં 'ધ કેરલા સ્ટોરી'ને ફિલ્મને કરમુક્ત બનાવવાની માંગ કરી
  • ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો 
  • સંસ્કૃતિ બચાઓ મંચે આપ્યો સ્પોર્ટ 

કેરળની ચાર કોલેજ જતી ચાર યુવતીઓ પર બનેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં, ભાજપ અને હિન્દુવાદી સંગઠનોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને આ ફિલ્મને કરમુક્ત બનાવવાની માંગ કરી છે. આ સાથે જ હિન્દુવાદી સંગઠન સંસ્કૃતિ બચાવો મંચે ફિલ્મનો વિરોધ કરનારાઓ સામે લડવા માટે કહ્યું છે.

ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો 
જણાવી દઈએ કે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી રાહુલ કોઠારીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખીને 'ધ કેરલા સ્ટોરી'ને કરમુક્ત બનાવવા માટે જણાવ્યું છે. રાહુલ કોઠારીના પત્ર અનુસાર શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અને તેમની મજબૂત ઈચ્છાશક્તિના કારણે મધ્યપ્રદેશે દીકરીઓના સંદર્ભમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું છે, જેના કારણે મધ્ય પ્રદેશ લવ જેહાદના મામલાથી પણ સુરક્ષિત છે. આ વિષય પર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મહિલાઓને લવ જેહાદનો ભોગ બનવાના નુકસાનકારક પરિણામો વિશે સંદેશ આપી રહી છે, તેથી આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવી જોઈએ.

સંસ્કૃતિ બચાઓ મંચે આપ્યો સ્પોર્ટ 
બીજી તરફ સંસ્કૃતિ બચાવો મંચના પ્રમુખ ચંદ્રશેખર તિવારીએ આ ફિલ્મને કરમુક્ત બનાવવાની મુખ્યમંત્રી પાસે માગણી કરતાં ફિલ્મનો વિરોધ કરનારાઓને ચેતવણી આપી હતી. ચંદ્રશેખર તિવારીના મતે કોંગ્રેસીઓનો આ ફિલ્મનો વિરોધ દર્શાવે છે કે તેમની માનસિકતા તુષ્ટિકરણની છે. તે માત્ર મુસ્લિમોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં લવ જેહાદની ઘટનાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આજ સુધી ગુમ થયેલી યુવતીને બતાવવામાં આવી છે, કોંગ્રેસીઓએ આનો વિરોધ કરવાની શું જરૂર છે.

ગૃહમંત્રીએ કહ્યું- કોઈ પ્રસ્તાવ મળ્યો નથી 
જો કે એક રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રા સાથે ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા અંગે કહ્યું કે અત્યાર સુધી આવો કોઈ પ્રસ્તાવ સામે આવ્યો નથી.

નોંધનીય છે કે 40 કરોડના ખર્ચે બનેલી સુદીપ્તો સેનની 'ધ કેરલા સ્ટોરી' 4 છોકરીઓની વાર્તા પર આધારિત છે, જેમાં 3નું બ્રેઈનવોશ કરીને ધર્મ પરિવર્તન કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ