બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:03 PM, 19 August 2023
ADVERTISEMENT
RBIએ કરોડો લોન ધારકોને મોટી રાહત આપતા નિયમોમાં ફેરફાર કર્યા છે. RBIએ બેંકોને અને ABFCને આદેશ આપ્યા છે કે જો કોઈ દેવાદાર સમય પર EMI ન ભરે અથવા EMI બાઉન્સ જાય છે તો તેના પર ફાઈન લાગી શકે છે. પરંતુ આ ફાઈન પર વ્યાજ નહીં લગાવવામાં આવે. RBIએ બેંકોની દાદાગીરી પર રોક લગાવી દીધી છે.
ADVERTISEMENT
બેંકેઓ કહ્યું છે કે બેંક અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓએ પીનલ ઈન્ટરેસ્ટને પોતાનો રેવેન્યૂ વધારવાનું માધ્યમ બનાવી લીધું છે. જેના કારમે લોન લેનાર લોકોને મુશ્કેલી થઈ રહી હતી. હવે RBIએ તેના માટે રિવાઈઝ્ડ ગાઈડલાઈન જાહેર કરી છે. જેના અનુસાર બેંક અને એનબીએફસી લોનના EMI બાઉન્સ જવા પર ફાઈન તો લગાવી શકશે. પરંતુ તેના પર વ્યાજ નહીં લઈ શકે.
શું કહ્યું RBIએ?
RBIએ બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓના દંડાત્મક વ્યાજને પોતાની રેવેન્યૂ વધારવાના માધ્યમના રૂપમાં ઉપયોગ કરવાની પ્રવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય બેંકે આ વિશે સંશોધિત નિયમ જાહેર કર્યો છે. નવા નિયમો હેઠળ દેવું ચુકવવામાં મોડુ થાય એવા મામલામાં હવે બેંક સંબંધિ ગ્રાહક પર ફક્ત જરૂરી ચાર્જ જ લેવામાં આવી શકશે.
RBIએ 'ઉચિત ધિરાણ પ્રેક્ટિસ-લોન એકાઉન્ટ્સ પર પેનેલ્ટી ચાર્જિસ' વિશે શુક્રવારે જાહેર ગાઈડલાઈનમાં કહ્યું છે કે બેંક અને અન્ય લોન આપતી સંસ્થાઓને એક જાન્યુઆરી, 2024થી દંડ પેટે વ્યાજ લેવાની પરવાનગી નહીં હોય. RBIએ લોન લેવાર વ્યક્તિની તરફથી લોન વ્યવસ્થાની શરતોનું પાલન નહીં કરવા પર તેના પાસેથી દંડ પેટે ચાર્જ લેવામાં આવી શકે છે. તેને દંડને વ્યાજના રૂપમાં નહીં જોવામાં આવે. બેંકો એડવાન્સ પર વસુલવામાં આવતા વ્યાદમાં દંડાત્મક વ્યાજ ઉમેરે છે.
તેની સાથે જ RBIએ સ્પષ્ટ કર્યું છે કે દંડાત્મક ચાર્જ ઉચિત હોવા જોઈએ. તે કોઈ લોન અથવા પ્રોડક્ટ કેટેગરી તરફ પક્ષપાત ન હોવું જોઈએ. નોટિફિકેશનમાં જાણવા મળ્યું છે કે દંડાત્મક ચાર્જનું કોઈ રજીસ્ટ્રેશન નહીં હોય. એવા ચાર્જ પર વધારે વ્યાજની ગણતરી નહીં કરી શકાય. જોકે કેન્દ્રીય બેંકના આ નિર્દેશ ક્રેડિટ કાર્ડ, બાહ્ય કોમર્શિયલ લોન, ટ્રેડ ક્રેડિટ વગેરે પર લાગુ થશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.