બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Retirement rules of government employees have been modified by the General Administration Department.

BIG NEWS / હવેથી ગુજરાતમાં 50-55ની ઉંમરે પણ સરકારી કર્મચારીઓને કરી શકાશે રિટાયર્ડ, નિવૃત્તિના નિયમમાં મોટો ફેરફાર

Malay

Last Updated: 10:10 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમમાં કરાયો ફેરફાર, સરકારી કર્મચારીને 50-55 વર્ષની ઉંમરે કરી શકાશે નિવૃત

  • સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિના નિયમમાં ફેરફાર 
  • કર્મચારીને 50-55 વર્ષની ઉંમરે કરી શકાશે નિવૃત 
  • કામની સમીક્ષાના આધારે સરકરાને નિર્ણય લેવાની સત્તા 

ગાંધીનગર ન્યૂઝઃ ગુજરાતના સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ 1 અને ક્લાસ 2ના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે. એટલે કે કર્મચારીઓની યોગ્ય કામગીરી ન જણાય તો તેઓને નિવૃત્ત કરવામાં આવશે. 

ફાઈલ તસવીર

સરકારી કર્મચારીઓમાં ફફડાટ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી ન જણાય (બરાબર કામ ન કરતા હોય) તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે. કર્મચારીઓને નિવૃત્ત કરવાની સત્તા સરકાર પાસે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સૂચના જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સરકારને સોંપવામાં આવી છે સત્તા
કર્મચારીઓની સેવાની સમીક્ષાના આધારે તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય સરકાર પાસે રહેશે. એટલે કે કર્મચારીના કામની સમીક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવી છે. સમીક્ષા કરતી વખતે કર્મચારીના કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે.

ફાઈલ તસવીર

કામગીરી શંકાસ્પદ હશે તો નિવૃત કરાશે
સરકારી કર્મચારી ઓફિસ માટે બિનઅસરકારક જણાશે તેઓને પણ નિવૃત્તિ આપી દેવાશે. આવા કેસમાં એક વર્ષ સુધી વિચારણા કરવામાં આવશે, જે બાદ નિવૃત્તિ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કર્મચારીની કામગીરી શંકાસ્પદ હશે તો તેમને પણ નિવૃત કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ