બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Renovation of Vadnagar Railway Station, PM Modi tea stall will be preserved in Tuffan
ADVERTISEMENT
પીએમ મોદી અને મહેસાણાના વડનગરને જૂનો નાતો છે. ત્યાં તેમનું બાળપણ વીત્યું છે. શાળાથી લઈ ચાની કીટલી સુધીની કેટલીય યાદો જોડાયેલી છે. ત્યારે મહેસાણાના વડનગર રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવુ ટી સ્ટોલ લાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
નવા સ્ટોલને નરેન્દ્ર મોદીના સ્ટોલનો જ નંબર T 13 આપવામાં આવ્યો
PM મોદી બાળપણમાં પિતા સાથે જે ટી સ્ટોલમાં કામ કરતાં અને પિતાને મદદ કરતાં આબેહૂબ તેવુ જ ટી-સ્ટોલ પણ નવું તૈયાર કરવામાં આવ્યું છે. જૂના ટી સ્ટોલને ટફન બોક્સમાં સાચવવામાં આવશે. હેરિટેજ સ્થળ પર પ્રવાસીઓ જૂના ટી સ્ટોલને પણ નિહાળી શકશે. આ સ્ટોલને નરેન્દ્ર મોદીના સ્ટોલનોજ નંબર T13 આપવામાં આવ્યો છે. સ્ટેશન ફરીથી શરૂ થતાં ટી સ્ટોલ પણ જૂના અંદાજમાં નવો ચાલુ કરવામાં આવ્યો છે જેથી ફરીવાર લોકો એ જ સમયના સ્ટોલમાં ચાની ચૂસકી માણી શકશે.
ગત વર્ષમાં રેલવે સ્ટેશન પર આવનારી ટ્રેનનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઓપનિંગ કર્યું હતું
મહત્વનું છે કે નાનપણમાં PM મોદી જ્યાં ચા વેચતા હતા એ રેલવે સ્ટેશન ફરી ધમધમી રહ્યું છે. આસરે 9 મહિના પહેલા વર્ષ 2021માં વર્ચ્યુઅલ ઉદઘાટન કરી વડનગરને એક મોટી ભેટ સ્વરૂપે ડિજિટલ મધ્યમથી વડનગર રેલવે સ્ટેશન પર આવનારી ટ્રેનનું ઓપનિંગ કર્યું હતું. જે બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઘસારો પણ જોવા મળી રહ્યો છે. વડનગર પીએમ મોદીની યાદો સાથે અનેક પૌરાણિક વારસાને પણ સાચવીને બેઠું છે.
ADVERTISEMENT
વડનગર સ્ટેશન સાથે PMની અનેક યાદો જોડાયેલી
એક સમયે PM મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતાં હત્યા ત્યારે પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલની રિસેસની વખતે અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈને વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની મદદ જતા રહેતા હતા. એ સમય ગાળા દરમિયાન PM બાળક હતા. જ્યારે ટ્રેન આવતાંની સાથે કીટલી લઈને મુસાફરોને ચા આપવા ટ્રેન સુધી પણ દોડી જતા હતા. હાલમાં પણ આ સ્ટેશન પર PM મોદી ચા વેચતા હતા એ સમયનું સ્ટેશન અને ચાની કીટલી હયાત છે. જેનું નવીનીકરણ કરવામાં આવતા વર્ષો સુધી પીએમ મોદીની આ યાદોને સાચવી શકાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.