બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Remembering Bhajan Samrat Narayana Swamy in Lokdira folk singer Gopal Sadhu started crying

ભાવુક / VIDEO: રાજકોટના ડાયરામાં સર્જાયા કરૂણ દ્રશ્યો, ભજનસમ્રાટ નારાયણ સ્વામીને યાદ કરી રડી પડ્યા ગોપાલ સાધુ

Malay

Last Updated: 12:48 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અષાઢી બીજે તોરણીયા ખાતે યોજાયેલા લોકડાયરામાં જોવા મળ્યા કરૂણ દ્રશ્યો, ભજન સમ્રાટ નારાયણ સ્વામીને યાદ કરી રડ્યા લાગ્યા લોકગાયક ગોપાલ સાધુ.

  • તોરણીયામાં લોકડાયરો યોજાયો
  • લોકડાયરામાં કરૂણ દ્રશ્યો સર્જાયો
  • ચાલુ ડાયરામાં લોકગાયક રડ્યા

રાજકોટના ધોરાજીના તોરણીયા ખાતે અષાઢી બીજે યોજાયેલા લોકડાયરામાં ભજન સમ્રાટ નારાયણ સ્વામીને યાદ કરીને લોકગાયક ગોપાલ સાધુ રડવા લાગ્યા હતા. લોકડાયરામાં નારાયણ સ્વામીની ભાવવંદના કરતી વખતે લોકગાયક ગોપાલ સાધુ ગળગળા થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

તોરણીયા ખાતે યોજાયો હતો લોકડાયરો
20 જૂનને અષાઢી બીજના રોજ તોરણીયા ખાતે આવેલા ધારેશ્વર મહાદેવના મંદિર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિતા આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા. લોકડાયરામાં ગોપાલ સાધુ અને બિરજુ બારોટે ભજનની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન ડાયરામાં ભજન સમ્રાટ નારાયણ સ્વામીને યાદ કરતા જ લોકગાયક ગોપાલ સાધુ પોતાનું રુદન રોકી શક્ય ન હતા અને રડી પડ્યા હતા.

નારાયણબાપુને યાદ કરી રડી પડ્યા ગોપાલ સાધુ
ત્યાર બાદ ગોપાલ સાધુએ આસું લુંછીને નારાયણબાપુને યાદ કરીને ભજન 'ચતુરાઈ હવે શું કરું કવિતા કરી નથી, અંતરથી ઉપજાવીને આપી છે શુભ મતિ, મારી વૃત્તિએ તુજ શરણથી પાછી ફરે નહીં, આશા કરું છું આપની.'ગાયું હતું. આ ભજન સાંભળીને દરેક મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 

ગોપાલ સાધુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ