ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની આ કથાનો કરો પાઠ, મળશે દરેક કાર્યોમાં સફળતા
Last Updated: 06:16 PM, 22 September 2025
ADVERTISEMENT
Navratri 2025 Vrat Katha: દર વર્ષે આસો મહિનાની પ્રતિપદા તિથિથી નવ દિવસીય તહેવાર નવરાત્રિ શરૂ થાય છે. આ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની કથા સાંભળવાથી માનસિક શાંતિ મળે છે.
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે આવતી ચાર નવરાત્રિઓમાં શારદીય નવરાત્રિને સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે. દેવી દુર્ગાના બીજા સ્વરૂપને માતા બ્રહ્મચારિણી તરીકે પૂજવામાં આવે છે. 'બ્રહ્મ' નો અર્થ તપસ્યા થાય છે, અને 'ચારિણી' નો અર્થ તેનું પાલન કરનાર થાય છે.

ADVERTISEMENT
માતા બ્રહ્મચારિણીની કથા
માતા બ્રહ્મચારિણીનો જન્મ હિમાલયમાં પુત્રી તરીકે થયો હતો. નારદના કહેવાથી તેમણે ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા શરૂ કરી. આ કઠિન સાધનાને કારણે તેમને તપશ્ચારિણી અથવા બ્રહ્મચારિણી કહેવામાં આવ્યાં. તેમણે ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તળકો સહન કરીને કઠોર ઉપવાસ કર્યા. ત્રણ હજાર વર્ષ સુધી તેમણે ટુટેલા બિલિપત્ર ખાઇને ભગવાન શંકરની આરાધના કરી. તેમની કઠોર તપસ્યા જોઈને દેવતાઓ અને ઋષિઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે બીજું કોઈ આવી તપસ્યા કરી શકે નહીં. દેવતાઓએ દેવીને કહ્યું કે તેની ઇચ્છાઓ પૂર્ણ થશે અને તેણી ભગવાન શિવને તેના પતિ તરીકે પ્રાપ્ત કરશે. માતા બ્રહ્મચારિણીની કૃપાથી સાધકને સફળતા મળે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ આજે અંખડ જ્યોતિની સ્થાપના કરતાં પહેલા આ મંત્રનો કરો જાપ, માતારાણી થશે પ્રસન્ન
ADVERTISEMENT
માતાનું સ્વરૂપ આવું છે
નવરાત્રિના બીજા દિવસે પૂજાતા માતા બ્રહ્મચારિણી બ્રહ્માંડમાં ઊર્જાના પ્રવાહ, કાર્યક્ષમતાના વિસ્તરણની માતા છે. બ્રહ્મચારિણી આ જગતના તમામ ચર અને અચર જગતના વિદ્યાઓની જ્ઞાતા છે. તેમનું સ્વરૂપ સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી છોકરી જેવું છે, જે એક હાથમાં આઠ પાંખડીવાળી માળા અને બીજા હાથમાં કમંડળ ધરાવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT