બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Relief to Ketki in Collector Syay Kand! Who wants to kill MLA? Team India's victory burst

2 મિનિટ 12 ખબર / કલેકટર સ્યાય કાંડમાં કેતકીને રાહત! ધારાસભ્યને કોણ મારવા માંગે છે? ટીમ ઈન્ડિયાની જીતનો ફટાકડો ફૂટ્યો

Vishal Khamar

Last Updated: 11:43 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના પાવન પર્વ પર ભારતીય શેરબજારમા શાનદાર શરૂઆત થઈ તો ગુજરાતનાં આ ધારાસભ્યએ સાંસદ વિરૂદ્ધ પોલીસ મથકમાં અરજી આપતા અનેક તર્ક વીતર્કો સર્જાયા છે.

 

દિવાળીના તહેવાર પર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. નીખિલ સવાણીએ આમ આદમી પાર્ટીને બાય બાય કઈ દીધું છે અને કેસરીયા કર્યા છે. સી.આર.પાટીલની હાજરીમાં નીખિલ સવાણી ભાજપમાં જોડાયા છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે AAPના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું.

The family of the deceased in the Surat railway accident will be paid Rs. 10 lakh assistance

દિવાળીના તહેવાર વચ્ચે સુરતમાં ગઈકાલે રેલવે સ્ટેશન પર મુસાફરો વચ્ચે થયેલી ભાગદોડમાં વ્યક્તિના મોત થયું હતું. આ તરફ હવે સામે આવ્યું છે કે, રેલવે વિભાગ દ્વારા મૃતકના પરિવારને 10 લાખની સહાય ચૂકવાશે. મહત્વનું છે કે, કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશ દ્વારા આ જાહેરાત કરાઇ હતી. મંત્રી દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવાઇ છે. 

Anand Collector Office Spy Scandal: Ketaki Vyas' Diwali Sudhri, Court Grants Bail to All Three Accused, Know the Case

આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા કાંડમાં છેલ્લા 80 દિવસથી કેતકી વ્યાસ તેમજ જે.ડી.પટેલ અને હરીશ ચાવડા છેલ્લા 80 દિવસથી જેલ વાસ ભોગવ્યો છે. ત્યારે કેતકી વ્યાસ દ્વારા અનેક વખતા હાઈકોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. પરંતું કોર્ટે દ્વારા ગુનાની ગંભીરતા જોતા જામીન અરજી રદ્દ કરી દેવામાં આવતી હતી. ત્યારે આજે હાઈકોર્ટમાં કેતકી વ્યાસ સહિત કેસમાં સંડોવાયેલા જે.ડી.પટેલ અને હરીશ ચાવડાએ હાઈકોર્ટમાં જામીન માટં અરજી મુકતા કોર્ટે ત્રણેયનાં જામીન મંજૂર કર્યા હતા.

Accused of deploying Rauf in the name of CMO absconded from under the nose of the police after the court term

CMOના નામે રોફ ઝાડનાર વિરાજ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. છેતરપિંડી અને બળાત્કારનો આરોપી વિરાજ પટેલને સેન્ટ્રલ જેલમાં રખાયો હતો. આ તરફ મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ દોડતી થઈ હતી. જે બાદ વિરાજને લઈ જનાર કોન્સ્ટેબલની પૂછપરછ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો કે તે ભાગી ગયો છે. 

 justin trudeau repeat his wild allegations on india over hardeep singh nijjar killing

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ફરી એકવાર આક્ષેપ કર્યો છે. એક પત્રકારે ટ્રુડોને પૂછ્યું કે કેનેડાની ધરતી પર તેમના જ નાગરિક નિજ્જરની હત્યાની તપાસ ક્યાંથી સુધી પહોંચી. તપાસમાં કોઈ પ્રગતિ ન હોય તો શું અમેરિકાએ ભારત પ્રત્યે કેનેડા વતી કડક વલણ અપનાવવું જોઈએ? તેના જવાબમાં જસ્ટિન ટ્રુડોએ ફરી એ જ જૂના આરોપોનું પુનરાવર્તન કર્યું જે તેમણે કેનેડાની સંસદમાં ભારત પર લગાવ્યા હતા.

 india pm modi diwali message to nation to indian army from

પીએમ મોદીએ દિવાળીના તહેવાર પર લેપ્ચામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે સૈનિકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં પરિવાર હોય છે ત્યાં તહેવાર હોય છે. તમે લોકો મારો પરિવાર છો. તેથી જ હું હંમેશા તમારી સાથે દિવાળી ઉજવું છું. આપણા સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આગળ વધે છે. જવાનોએ સાબિત કર્યું છે કે તેઓ સરહદ પરની દેશની સૌથી મજબૂત દિવાલ છે જેને કોઈ ક્યારેય તોડી શકશે નહીં.

Important comment of Supreme Court in vehicle accident case

હાલના એક કેસમાં વીમા કંપનીએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. વાહન માલિક પાસેથી વસૂલાતનો અધિકાર ન મળતા વીમા કંપનીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કિસ્સામાં ટેમ્પો ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્તોના આશ્રિતોએ મોટર વ્હીકલ એક્સિડન્ટ ટ્રિબ્યુનલમાં વળતર માટે અપીલ કરી હતી. 

My life is in complete danger' Girsomnath MLA presents police petition against MP in Hadkamp, Gandhinagar

 ગીર સોમનાથનાં ધારાસભ્યએ સાંસદ વિરૂદ્ધ પોલીસ અરજી આપતા રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.  ત્યારે ગીર સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથનાં સાંસદ વિરૂદ્ધ પોલીસ અરજી આપતા અનેક તર્ક વીતર્ક સર્જાયા છે. ગીર સોમનાથનાં સાંસદ રાજેશ ચુડાસમા અને પરિવારનાં 8 સભ્યો સામે પોલીસ મથકે અરજી આપી હતી. અરજીમાં ધારાસભ્યએ પોતાનો જીવ જોખમમાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમજ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ લેખિત અરજી કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

Remedy for firecracker burns: What to do if firecrackers burn? Adopt this home remedy without delay

દિવાળી પર લોકો દીવા કરે છે અને ફટાકડા પણ ફોડે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ફટાકડા ફોડવાનું પસંદ હોય છે. ફટાકડા ફોડતી વખતે ઘણી વખત લોકો અકસ્માતનો ભોગ બને છે. થોડી બેદરકારીના કારણે ફટાકડા ફોડવાના કારણે સળગી જવાના બનાવો પણ બની શકે છે. તેથી, ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી લેવાની જરૂર છે. ફટાકડા ફોડતી વખતે જો કોઈ વ્યક્તિ દાઝી જાય છે, તો પીડિતને રાહત આપવા માટે ઘરે કેટલાક ઉપાયોનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ફટાકડાથી બળી જાઓ છો, તો તરત જ અપનાવો આ ઘરેલું ઉપાય.

Dua Lipa: Dua Lipa will perform at the closing ceremony of the World Cup! What did ICC and BCCI say?

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રને ભારતે હરાવ્યું હતું. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શું આ વર્લ્ડ કપના સમાપન સમારોહમાં અલ્બેનિયાની પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી દુઆ લિપા પરફોર્મ કરતી જોવા મળશે? વાસ્તવમાં, ભારત-નેધરલેન્ડ મેચ દરમિયાન એવા સંકેત મળ્યા છે કે દુઆ લિપા વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પ્રદર્શન કરતી જોવા મળી શકે છે.

Investors reap the rewards of Diwali stock market trading savant 2080 kicks off with a bang

દિવાળીના પાવન પર્વ પર ભારતીય શેરબજારમા શાનદાર શરૂઆત કરી છે. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં તેજીના પ્રાણ પુરાતા રોકાણમાં વળતર માટે ઉજળા સંજોગો જોવા મળ્યા હતાં. એક કલાકના સ્પેશિયલ ટ્રેડિંગના અંતે બજાર 350થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયું. દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆતમાં BSE 500 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલતા રોકાણકારોને બખ્ખા બોલી ગયા હતાં. એક સેકન્ડમાં રૂ. 3 લાખ કરોડથી વધુની કમાણી રોળી નાખી હતી. જ્યારે નિફ્ટી 19500 પોઈન્ટને પાર કરી ગયો હતો.

Diwali gift to countrymen: Team India's 9th win in a row, beats Netherlands by 160 runs, Rohit-Virat take a wicket each

ભારતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સતત નવમી જીત હાંસલ કરી છે. 12 નવેમ્બર (રવિવારે), ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું. ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ