બ્રેકિંગ ન્યુઝ
VTV / Reliance JioFiber drops its internet upload and download speed
Noor
Last Updated: 01:15 PM, 15 December 2019
ADVERTISEMENT
90 ટકા જેટલી ઘટી સ્પીડ
ટ્વિટર પર યુઝરે લખ્યું કે, હવે જિયો ફાઈબર કનેક્શનની સાથે મળતી અપલોડ સ્પીડ ઓરિજિનલ સ્પીડની સરખામણીમાં માત્ર 10 જ ટકા રહી ગઈ છે. સરળ ભાષામાં સમજીએ તો હવે 100Mbps સ્પીડવાળો પ્લાન લેવા પર યુઝર્સને 10Mbps સ્પીડ મળી રહી છે.
ADVERTISEMENT
અપલોડ સ્પીડ પર કેપિંગની અસર
આ વાત સમજવી જરૂરી છે કે જ્યારે પણ ઈન્ટરનેટ પ્રોવાઈડર યુઝરને ઈન્ટરનેટ કનેક્શન ઓફર કરે છે, ત્યારે ડાઉનલોડ અને અપલોડ સ્પીડ એક જ હોય છે. એવામાં જો કોઈ યુઝરે 100Mbpsની સ્પીડવાળો ડેટા પ્લાન લીધો છે તો તેને ડાઉનલોડ અને અપલોડ માટે 100Mbps સ્પીડ જ મળશે. જ્યારે ટ્વિટર યુઝરનું કહેવું છે કે, રિલાયન્સ જિયો ફાઈબરમાં થયેલાં ફેરફારથી તેમને કન્ટેન્ટ અપલોડ અને ડાઉનલોડ કરવામાં ઘણો ચેન્જ લાગી રહ્યો છે. તો હવે જિયો ફાઈબરના 1Gbps પ્લાનવાળા સબસ્ક્રાઈબર્સને 100Mbps અપલોડ સ્પીડ મળી રહી છે.
જે યુઝર ઘરમાં લાગેલાં જિયો ફાઈબર કનેક્શનનો ઉપયોગ ઓનલાઈન મલ્ટિપ્લેયર ગેમ રમવા માટે કરે છે તેઓ અપલોડ સ્પીડ ઘટવાને કારણે નિરાશ થશે. સાથે જ એવા યુઝર્સને પણ પરેશાની થશે જેઓ ઈન્ટરનેટ પર કન્ટેન્ટ અપલોડ કરે છે.
જિયો ફાઈબર હવે યુઝર્સથી પૈસા લઈ રહ્યું છે
રિલાયન્સ જિયો ફાઈબરે થોડાં દિવસ પહેલાં યુઝર્સથી પૈસા લેવાની શરૂ કરી દીધી છે. તેમાં નવા યુઝર્સની સાથે એવા યુઝર્સ પણ સામેલ છે જેમને કંપની પ્રિવ્યૂ ઓફરમાં જિયો ફાઈબરની ફ્રી સર્વિસ આપી રહી હતી. ફ્રી સર્વિસ આપવા પાછળનું કારણ કંપનીએ બિલિંગ સિસ્ટમ તૈયાર ન હોવી જણાવ્યું હતું. હવે આ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. જેથી યુઝર્સે જિયો ફાઈબર સર્વિસ માટે પૈસા આપવા પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.