બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Release date of Gadar 3 revealed, Sunny Deol will be seen in action again, know the update

મનોરંજન / હજુ તો ગદર-2ની દિવાનગી ઓછી થઈ નથી ને ગદર-3ની તૈયારી! ફરી એક્શન કરશે સની દેઓલ, રીલીઝ ડેટ આવી સામે

Megha

Last Updated: 08:01 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ્સમાં 'ગદર 3'ની રિલીઝ ડેટ પણ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે.

  • 'ગદર 3'ને લગતા 3 મોટા અપડેટ્સ સામે આવ્યા છે
  • અનિલ શર્માએ 'ગદર 3'ની સ્ટોરી પર મોટો ખુલાસો કર્યો હતો
  • હવે રિપોર્ટ્સમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે

આ દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણી ફિલ્મોના શૂટિંગ ચાલી રહ્યા છે તો ઘણી રિલીઝ માટે તૈયાર છે. દરમિયાન, 'ગદર' ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ એટલે કે 'ગદર 3' લાઈમલાઈટમાં આવી ગઈ છે. સની દેઓલની 'ગદર 2' વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મ બની છે અને આ પછી હવે 'ગદર 3'ને લગતા 3 મોટા અપડેટ્સ સામે આવ્યા છે. 

નિર્દેશક અનિલ શર્માએ આ ફિલ્મને લઈને પહેલા જ સંકેત આપી દીધા હતા. પ્રશંસકો એ જાણીને ખુશીથી ઉછળી પડશે કે હવે મીડિયા રિપોર્ટ્સમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે.

gadar 2 box office collection | VTV Gujarati

જ્યારે 'ગદર 2' બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ, ત્યારે ફિલ્મ નિર્માતાઓએ તેના ત્રીજા ભાગ વિશે વિચારવાનું શરૂ કર્યું. એક ઈન્ટરવ્યુ દરમિયાન ડિરેક્ટર અનિલ શર્માએ 'ગદર 3'ની સ્ટોરી પર મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે આગામી ફિલ્મની વાર્તામાં પાકિસ્તાન કનેક્શન બતાવવામાં આવશે નહીં કારણ કે તે માત્ર દર્શકોનું મનોરંજન કરવા માંગે છે અને કોઈપણ રાષ્ટ્ર વિરોધી છબીથી દૂર રહેવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સની દેઓલના પુત્રનો રોલ કરી રહેલા ઉત્કર્ષ શર્માની વાર્તાને વધુ મહત્વ આપવામાં આવશે.

આ સિવાય તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં 'ગદર 3'ની રિલીઝ ડેટ પણ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે. એટલે કે ફિલ્મની રિલીઝ ડેટ 15 ઓગસ્ટ 2025 રાખવામાં આવી છે. જો કે તેની સત્તાવાર જાહેરાત 2024માં કરવામાં આવશે અને ત્યારથી જ કામ પણ શરૂ કરવામાં આવશે.

Topic | VTV Gujarati

આટલું જ નહીં, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ફિલ્મના વિલન વિશેની માહિતી પણ શેર કરવામાં આવી છે. આગામી ફિલ્મમાં 'ગદર 2'ના વિલન મનીષ વાધવાના પુત્રને ખતરનાક રોલમાં બતાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે 'ગદર 3'ની આખી સ્ટોરી બનારસની આસપાસ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ