બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Red alert from Maharashtra to MP today: 22 gates of Omkareshwar dam will be opened simultaneously

વેધર અપડેટ / આજે મહારાષ્ટ્રથી લઇને છેક MP સુધી રેડ એલર્ટ: ખોલાશે ઓમકારેશ્વર ડેમના એકસાથે 22 દરવાજા, નર્મદા નદી બનશે ગાંડીતૂર

Priyakant

Last Updated: 09:10 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

  • દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ
  • IMDએ દિલ્હી, MP, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં વરસાદની ચેતવણી જાહેર કરી 
  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Weather Update : દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી-NCR, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ તરફ હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી વધુ) સહિત અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. તૈયાર રહો અને સુરક્ષિત રહો.

કેવું રહેશે દિલ્હીમાં હવામાન ?
શુક્રવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. IMD અનુસાર શુક્રવારે સવારે 8:30 વાગ્યા સુધી 4.1 મિમી વરસાદ નોંધાયો હતો. દિલ્હી-એનસીઆરમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ઝરમર ઝરમર વરસાદની પણ શક્યતા છે. આ દરમિયાન અહીંના લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

આજે અહીં પડશે વરસાદ 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મરાઠવાડા, તટીય કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડ-હિમાચલમાં પણ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં ચાર દિવસ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

દેહરાદૂનના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના તમામ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત, હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં 17 થી 19 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયાથી વ્યાપક વરસાદ, તોફાન અને ભારે વરસાદની આગાહી કરી છે.

ઓમકારેશ્વર ડેમના 22 દરવાજા ખોલવા માટે એલર્ટ
મધ્યપ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે. રાજ્યની મુખ્ય નદી નર્મદાની જળ સપાટી વધી રહી છે. રાજ્યના 6 ડેમના દરવાજા ખોલવા પડ્યા. બરગી-તવા ડેમમાં સતત પાણીની આવક વધવાના કારણે 13-13 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમના 22 દરવાજા મોડી રાત્રે ખોલવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે નર્મદામાં પાણી ઝડપથી વધશે. આસપાસના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. 21થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. 

નર્મદા નદી બનશે ગાંડીતૂર
આ તરફ નજીકના ડેમોમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદી પણ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઓમકારેશ્વરમાં ડેમ મેનેજમેન્ટે શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે ઓમકારેશ્વર ડેમના 22 દરવાજા ખોલવાનો નિર્ણય પણ લીધો છે. ગેટ ખોલ્યા બાદ ડેમના આઠ ટર્બાઇન સહિત કુલ 10172 ક્યુમેક્સ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. જેના કારણે આસપાસના તમામ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે આદિ શંકરાચાર્યની પ્રતિમાના અનાવરણ સ્થળ સુધી પહોંચવા માટે નર્મદા નદીની વચ્ચે જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે તે પણ ડૂબી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ